Eye Care Tips: ગરમીના કારણે આંખોમાં થતી બળતરા તુરંત થશે શાંત, અજમાવો આ ઘરગથ્થુ નુસખા

Summer Eye Care Tips: ગરમીમાં આંખમાં બળતરા, આંખમાં ખંજવાળ, આંખ લાલ થઈ જવી, આંખમાંથી ચીકણું પ્રવાહી નીકળવું જેવી તકલીફો વધારે થાય છે. ગરમીના દિવસોમાં આંખમાં થતી તકલીફોને દુર કરવા કેટલાક ઘરેલું ઉપચાર કરી શકાય છે.

Eye Care Tips: ગરમીના કારણે આંખોમાં થતી બળતરા તુરંત થશે શાંત, અજમાવો આ ઘરગથ્થુ નુસખા

Summer Eye Care Tips: ગરમીના કારણે ઘણીવખત આંખોમાં બળતરાની ફરિયાદ વધી જાય છે. ગરમીના સમયમાં આંખનું ધ્યાન રાખવું વધારે જરુરી થઈ જાય છે. કારણ કે આ સમય દરમિયાન આંખ સંબંધિત સમસ્યા ઝડપથી વધે છે. ગરમીમાં આંખમાં બળતરા, આંખમાં ખંજવાળ, આંખ લાલ થઈ જવી, આંખમાંથી ચીકણું પ્રવાહી નીકળવું જેવી તકલીફો વધારે થાય છે. ગરમીના દિવસોમાં આંખમાં થતી તકલીફોને દુર કરવા કેટલાક ઘરેલું ઉપચાર કરી શકાય છે. આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી આંખની બળતરાથી તુરંત રાહત મળે છે. 

આ પણ વાંચો:
 
1.  કાકડીની બે જાડી સ્લાઈસ કરી તેને ફ્રીજમાં અથવા તો ઠંડા પાણીમાં મુકી ઠંડી કરો. ત્યારબાદ તેને આંખ પર રાખો.  તેનાથી આંખની બળતરા દુર થાય છે અને આંખને ઠંડક મળે છે. 

2. કાચા બટાકાની સ્લાઈસ પણ કાકડીના ટુકડાની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. બટેટાની સ્લાઈસને લગભગ દસ મિનિટ માટે ઠંડા પાણીમાં રાખો. ત્યારપછી તેને આંખ પર રાખો. 

3. આંખની બળતરા દુર કરવા માટે  ટી બેગ્સનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે ટી બેગને પલાળી તેને આંખ પર પાંચ મિનિટ માટે રાખો. ત્યારપછી ફરી તેને પાણીમાં પલાળી આંખ પર રાખો. 

4. થોડી મિનિટો માટે બરફના ઠંડા પાણીમાં એક ચમચી ઠંડી કરવા મુકો. પછી આ ચમચીને આંખો પર રાખો. જ્યારે ચમચી નોર્મલ થઈ જાય તો ફરીથી તેને ઠંડી કરી આંખ પર રાખો.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news