યુવાનોએ કર્યું અનોખું સ્ટાર્ટ અપ, મંદિરના વેસ્ટ ફૂલમાંથી મળશે ‘રોજગારી’

શહેરમાં અનેક મંદિરો, ગુરુદ્વારા અને સ્વામીનારાયણ મંદિરો આવેલા છે. સૌ કોઈ પોતાની શ્રદ્ધા મુજબ ભગવાનને પ્રસાદ અને ફૂલ અર્પણ કરતા હોય છે. પ્રસાદનો તો સદુપયોગ થઈ જ જાય છે પરંતુ ભગવાનને ચઢાવી દેવાયેલા ફૂલો પાણીમાં પધરાવી દેવાય છે અથવા તો લોકોના પગમાં નીચે દબાઈ જતા હોય છે. ત્યારે આ વેસ્ટ ફૂલોનો અમદાવાદના બે યુવાનોએ સદુપયોગ કર્યો અને ઉભી કરી રોજગારી સાથે જ આ વેસ્ટ ફૂલોમાંથી બનાવ્યું ખાતર અને અગરબત્તી. 
યુવાનોએ કર્યું અનોખું સ્ટાર્ટ અપ, મંદિરના વેસ્ટ ફૂલમાંથી મળશે ‘રોજગારી’

અતુલ તિવારી/અમદાવાદ: શહેરમાં અનેક મંદિરો, ગુરુદ્વારા અને સ્વામીનારાયણ મંદિરો આવેલા છે. સૌ કોઈ પોતાની શ્રદ્ધા મુજબ ભગવાનને પ્રસાદ અને ફૂલ અર્પણ કરતા હોય છે. પ્રસાદનો તો સદુપયોગ થઈ જ જાય છે પરંતુ ભગવાનને ચઢાવી દેવાયેલા ફૂલો પાણીમાં પધરાવી દેવાય છે અથવા તો લોકોના પગમાં નીચે દબાઈ જતા હોય છે. ત્યારે આ વેસ્ટ ફૂલોનો અમદાવાદના બે યુવાનોએ સદુપયોગ કર્યો અને ઉભી કરી રોજગારી સાથે જ આ વેસ્ટ ફૂલોમાંથી બનાવ્યું ખાતર અને અગરબત્તી. 

  • અમદાવાદના બે યુવાનોએ શરુ કર્યું અનોખું સ્ટાર્ટ અપ
  • 'બ્રુક્સ & બ્લુમ્સ' નામનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો શરુ
  • ભગવાનને અર્પણ કરાયા બાદ નદીમાં પધરાવાયેલા ફૂલનો કરાયો ઉપયોગ
  • નદીમાં પધરાવવાને બદલે બે યુવાનોએ ફૂલો કર્યા એકત્ર
  • નક્કામા થયેલા ફૂલોમાંથી બનાવ્યું ખાતર અને અગરબત્તી
  • આ પ્રોજેક્ટની મદદથી શહેર તો સ્વચ્છ થયું તો સાથે જ પેદા થઈ રોજગારી
  • સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઈનોવેશન પોલીસી(SSIP) અંતર્ગત 2 લાખની કરાઈ મદદ

GTU(ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી) અંતર્ગત કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા અમદાવાદના 22 વર્ષીય બે યુવાનો યશ ભટ્ટ અને અર્જુન ઠક્કરે રોજગારી શોધવાને બદલે રોજગારી આપી શકાય, શહેરને સ્વચ્છ રાખી શકાય તેવા પ્રકારનું એક અનોખું સ્ટાર્ટ અપ શરુ કર્યું છે. આ પ્રોજેક્ટને વિદ્યાર્થીઓએ નામ આપ્યું 'બ્રુક્સ & બ્લુમ્સ'... આ પ્રોજેક્ટના માધ્યમથી મંદિરોના ઉપયોગમાં લેવાતા ફૂલમાંથી ખાતર અને અગરબત્તી બનાવવા માટેનું સ્ટાર્ટ અપ શરુ કરવામાં આવ્યું છે.

હવે જર્જરિત શાળાઓમાં ભણશે ગુજરાત, જોખમી અભ્યાસ કરતા ભુલકાઓ

આ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઈનોવેશન પોલીસી એટલે કે SSIP અંતર્ગત 2 લાખની મદદ મળતા શરૂઆતના 3 મહિના દરમિયાન LD એન્જીનીયરીંગના બેકયાર્ડમાં કામ શરૂ કર્યું છે. ત્યારબાદ આ વિદ્યાર્થીઓના સ્ટાર્ટ અપને વેગ અને સહકાર મળ્યો અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન તરફથી બંને વિદ્યાર્થીઓ સાથે મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ઓગસ્ટ 2018માં કરાર થયા જે મુજબ શહેરના 86 જેટલા મંદિરોમાંથી ફૂલો ભેગા કરવા માટે એક વાહન અને અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન ખાતે જગ્યા ફાળવવામાં આવી છે.

  • કોર્પોરેશને બે ગાડીઓ અને પ્રોજેક્ટને આગળ વધારવા ફાળવી જગ્યા
  • અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન ખાતે પ્રોજેક્ટને મળ્યો વેગ
  • હાલ 86 મંદિરોમાંથી ભગવાનને ચઢાવવામાં આવેલા ફૂલો કરાય છે એકત્ર
  • ફૂલમાંથી ખાતર અને અગરબત્તી બનાવવા માટે 3 મશીનનો થાય છે ઉપયોગ
  • શ્રેડર, મીક્ષર અને સેવિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે
  • 30 દિવસની પ્રક્રિયા બાદ ફૂલમાંથી બની જાય છે ખાતર 
  • દરરોજ 1000 કિલો ફૂલમાંથી 100 કિલો જેટલું ખાતર બની રહ્યું છે  

મંદિરોમાં ભગવાનને એકવાર ફૂલ ચઢાવી દેવામાં આવે ત્યારબાદ આ ફૂલોને ભેગા કરવામાં આવે છે. ગલગોટા અને ગુલાબના ફૂલોની મદદથી આ બે વિદ્યાર્થીઓ બનાવી રહ્યા છે વેસ્ટમાંથી બેસ્ટ... ફૂલમાંથી ખાતર અને અગરબત્તી બનાવવાની આ પ્રક્રિયામાં 3 મશીનનો ઉપયોગ થાય છે. જેમાં શ્રેડર, મીક્ષર અને સેવિંગ મશીનનો સમાવેશ થાય છે. શ્રેડર કે જેમાં ફૂલોને નાના નાના ભાગમાં જુદા કરવામાં આવે છે. મીક્ષર કે જેમાં પાણી અને ઉદ્દીપક સાથે ભેળવવામાં આવે છે. ત્યારબાદ સેવિંગ મશીનમાં 30 દિવસ બાદ બનેલા ખાતરમાંથી શુદ્ધ ખાતર મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેશનની મદદથી દરરોજ 1000 કિલો જેટલા ફૂલ અને તેમાંથી 100 કિલો જેટલું ખાતર બનાવવામાં આવી રહ્યું છે.

142મી રથયાત્રા: નિજમંદિરમાં તૈયારીઓ શરૂ, પક્ષ અને વિપક્ષના નેતાઓ થશે સામેલ

  • દર મહીને વિવિધ મંદિરોમાંથી 30,000 કિલો ફુલમાંથી 3,000 કિલો ખાતર બની રહ્યું છે  
  • કરાર મુજબ 50% ખાતરનો ભાગ કોર્પોરેશનને આપવામાં આવે છે
  • બાકીના 50% ખાતર મંદિરો પર વેચાણ કરવામાં આવે છે  
  • ઓનલાઈન પોર્ટલ ઉપર પણ મળે છે ખાતર અને અગરબત્તી
  • 1 કિલો ખાતર અને 1 પેકેટ અગરબત્તીનો ભાવ છે 60 રૂપિયા
  • હાલમાં નારીયેળીની કાછલીમાંથી પણ બનાવવામાં આવી રહ્યા છે કુંડા   

હાલ તો આ પ્રોજેક્ટ માત્ર અમદાવાદમાં શરુ કરવામાં આવ્યો છે. જેના માટે આ બે વિદ્યાર્થી દ્વારા અન્ય 4 જેટલા લોકોને રોજગારી પણ આપવામાં આવી છે. તો આ પ્રોજેક્ટ હેઠળ બનતું ખાતર કે જેમાંથી 50% જેટલું ખાતર મ્યુનીસીપલ કોર્પોરેશનના બગીચામાં મફતમાં આપવામાં આવે છે. બાકીના 50% ખાતરનું વેચાણ આ વિદ્યાર્થીઓ દ્વારા ખાતરનું વેચાણ 60 રૂપિયા કિલોના ભાવે તેમજ અગરબત્તીનું એક પેકેટ પણ 60 રૂપિયામાં મંદિરોની બહાર મહિલાઓને રોજગારી આપીને વેચાણ કરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓએ નારીયેળીની કાછલીમાંથી પણ કુંડા બનાવવા માટેની શરૂઆત કરી છે જે આગામી દિવસમાં એક મોટા પ્રોજેક્ટનું રૂપ લે તો નવાઈ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news