આ જોવાનો લ્હાવો ચૂકતા નહીં! અમેરિકાના ટાઈમ સ્ક્વેર પર ઝળકશે વિશ્વઉમિયાધામની ઝાંખી

વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરની ટાઈમ સ્ક્વેર પર પ્રતિકૃતિથી સનાતન ધર્મનો અમેરિકામાં રણ ટંકાર થશે. આ સાથે જ અમેરિકાના વિવિધ 13 સ્ટેટમાં રહેતા એન આર આઈ પાટીદાર ભાઈઓ પણ ટાઈમ સ્ક્વેર પર બેઠક કરશે.

આ જોવાનો લ્હાવો ચૂકતા નહીં! અમેરિકાના ટાઈમ સ્ક્વેર પર ઝળકશે વિશ્વઉમિયાધામની ઝાંખી

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના જાસપુર મુકામે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા જગત જનની માં ઉમિયાના મંદિર વિશ્વભરમાં છવાયું છે. અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી ટાઈમ સ્ક્વેર બિઝનેસ પાર્કની દીવાલો પર ભારતીય સમય મુજબ સાંજે 10:30 કલાકે અને અમેરિકન સમય મુજબ બપોરે 12:55 કલાકે વિશ્વ ઉમિયા ધામ મોડેલ ની પ્રતિકૃતિ રજૂ કરાશે. 

વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરની ટાઈમ સ્ક્વેર પર પ્રતિકૃતિથી સનાતન ધર્મનો અમેરિકામાં રણ ટંકાર થશે. આ સાથે જ અમેરિકાના વિવિધ 13 સ્ટેટમાં રહેતા એન આર આઈ પાટીદાર ભાઈઓ પણ ટાઈમ સ્ક્વેર પર બેઠક કરશે. રાતે 500 NRI રૂબરૂમાં અને વિશ્વભરમાં વસતા મા ઉમિયાના લાખો ભક્તો ડિજિટલ માધ્યમ દ્વારા ટાઈમ સ્ક્વેર પર પ્રસ્તુત થનાર વિશ્વ ઉમિયા ધામ મોડેલની પ્રતિકૃતિને નિહાળ છે. 

No description available.

રામ મંદિર બાદ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મા ઉમિયા માતા મંદિરની પ્રતિકૃતિ ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર પર પ્રસ્તુત થઈ રહી છે. ન્યૂયોર્કના પ્રસિદ્ધ ટાઈમ સ્ક્વેર પર જગતજનની માં ઉમિયાની ખૂબ જ મોટી તસવીર અને સમગ્ર મંદિર પરિષરનું પાંચ મિનિટ સુધી પ્રેઝન્ટેશન થશે. જેમાં વિશ્વ ઉમિયા ધામની વિવિધ સામાજિક પ્રવૃત્તિ વિશ્વ સમક્ષ મુકાશે. તેમજ સનાતન ધર્મના કાર્યની ઓળખ પ્રસ્થાપિત થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news