સુરત: વરાછા-કતાર ગામમાં મનપાની કડક કાર્યવાહી, 12 ડાયમંડ યુનિટ સીલ કરી દેવાયા

  કોરોના મહામારી વચ્ચે સતત કોરોનાનું સંક્રમણ હીરા ઉદ્યોગમાં સૌથી વધારે આવતું હતું. જો કે મનપા દ્વારા કોરોના ગાઇડ લાઇન વચ્ચે હીરા ઉદ્યોગ શરૂ કરવાની છુટ આપી હતી. જો કે હજુ પણ લોકો કોરોનાની ગાઇડ લાઇનનું યોગ્ય રીતે પાલન નથી કરતા. ત્યારે આવી રીતે ગાઇડ લાઇન પાલન નહી કરનાર સુરતના કતારગામ અને વરાછાનાં 12 જેટલા હીરા યુનિટોને મહાનગર પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. 
સુરત: વરાછા-કતાર ગામમાં મનપાની કડક કાર્યવાહી, 12 ડાયમંડ યુનિટ સીલ કરી દેવાયા

સુરત:  કોરોના મહામારી વચ્ચે સતત કોરોનાનું સંક્રમણ હીરા ઉદ્યોગમાં સૌથી વધારે આવતું હતું. જો કે મનપા દ્વારા કોરોના ગાઇડ લાઇન વચ્ચે હીરા ઉદ્યોગ શરૂ કરવાની છુટ આપી હતી. જો કે હજુ પણ લોકો કોરોનાની ગાઇડ લાઇનનું યોગ્ય રીતે પાલન નથી કરતા. ત્યારે આવી રીતે ગાઇડ લાઇન પાલન નહી કરનાર સુરતના કતારગામ અને વરાછાનાં 12 જેટલા હીરા યુનિટોને મહાનગર પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. 

કોરોના મહામારી વચ્ચે સુરતના હીરા ઉદ્યોગમાં સંક્રમણનું સૌથી મોટુ કેન્દ્ર બની ચુક્યા છે. જેના પગલે હીરા ઉદ્યોગનાં તમામ યુનિટો બંધ કરવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ તંત્ર દ્વારા ખાસ ગાઇડ લાઇન બનાવીને ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં એક હીરાની ઘંટી પર બે કારીગરો સાથે તમામ કારીગર એન્ટીજન ટેસ્ટ વગર કારીગરોને નહી આવવા દેવા માટેની સુચના આપવામાં આવી હતી. 

આ નવી ગાઇડલાઇનનો કડકકપ અમલ કરાવવા માટે મનપા દ્વારા ગતરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કતારગામ અને  વરાછાના 12 યુનિટમાં પાલિક દ્વારા કોવિડ 19 અંગે ટેક્ષટાઇલ માર્કેટ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી ચાલુ રાખવા એસ.ઓ.પી બનાવી હતી. જો કે આ યુનિટો દ્વારા ગાઇડ લાઇનનું પાલન કરવામાં નહી આવતું હોવાનું સામે આવ્યું હતું. 

જેમાં ભવાની ઇમ્પેક્ષ, જયંતિલાલ એન્ડ કંપની, રામદેવ ઇમ્પેક્ષ, ઇશ્વર માંગુકીયા, ભવાની ડાયમંડ, હીર ડાયમંડ તથા વીર મેન્યુપેક્ચરીંગમાં ગાઇડલાઇનનું પાલન નહી બંધ થતું હોવાનું સામે આવ્યા છે. ઝોનમાં સર્વે દરમિયાન 11 ડાયમંડ યુનિટ પૈકી ધોળકીયા જેમ્સ, શીવ ડાયમંડ, સનસ્ટાર ડાયમંડ, રમેશ પડસાલા યુનિટ વગેરે તમામ ડાયમંડ યુનિટનાં કારીગરોનાં એન્ટીજન ટેસ્ટ પણ નહી થયા હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news