સુરતમાં નરાધમે હેવાનિયતની તમામ હદો કરી પાર! 18 વર્ષીય દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ

Surat News: જો પોતે કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખશે. જો કે સમગ્ર મામલે યુવતીના કાકા કાકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પ્રદીપ ધર્મરાજ પટેલની ધરપકડ કરી છે.

સુરતમાં નરાધમે હેવાનિયતની તમામ હદો કરી પાર! 18 વર્ષીય દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ

Surat News: સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. યુવતીને ગર્ભ રહી જતા આખો મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે અમરોલી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં યુપીવાસી પરિવાર સાથે 18 વર્ષીય દિવ્યાંગ યુવતી રહે છે. યુવતી માનસિક રીતે દિવ્યાંગ છે, જેથી કાકા કાકી સાથે રહે છે. યુવતીના માતા વતનમાં રહે છે. ત્યારે થોડા દિવસ પહેલાં યુવતીને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને ઉલટીઓ થવા લાગતા તેમના કાકા કાકી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબી પરીક્ષણમાં બહાર બહાર આવ્યું હતું કે, યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ છે. આ વાત સાંભળી કાકા કાકીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

સમગ્ર મામલે યુવતીને ઘરે લાવી કાકા-કાકીએ પૂછપરછ કરી હતી. આ દરમિયાન યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા પ્રદીપ ધર્મરાજ પટેલે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. યુવતી ત્રણેક મહિના પહેલા ઘરે એકલી હતી. આ દરમિયાન આરોપી પ્રદીપ પટેલે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને ધમકી આપી હતી કે, જો પોતે કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખશે. જો કે સમગ્ર મામલે યુવતીના કાકા કાકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પ્રદીપ ધર્મરાજ પટેલની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news