દીકરીના બર્થ-ડેની તસવીરો અંતિમ યાદ બની ગઈ; ભવ્ય ઉજવણી બાદ પિતાએ ખાધો ગળાફાંસો, માતા બેભાન

Surat News: ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં 36 વર્ષીય યુવક ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 

દીકરીના બર્થ-ડેની તસવીરો અંતિમ યાદ બની ગઈ; ભવ્ય ઉજવણી બાદ પિતાએ ખાધો ગળાફાંસો, માતા બેભાન

ઝી બ્યુરો/સુરત: ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 36 વર્ષીય યુવક ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટના બાદ જાણવા મળી રહ્યું છે કે પત્નીને દારૂના નશામાં માર મારતા બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ પતિ નંદલાલ બિંદ અંદરથી રૂમ બંધ કરી ગળેફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારમાં એક 36 વર્ષીય યુવક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પોતાની વ્હાલસોયી દીકરીના બર્થ ડેની ઉજવણી બાદ આ પગલું ભર્યું છે. તેણે પત્નીને દારૂના નશામાં માર મારતા બેભાન થઈ ગઈ હતી. 

જે બાદ પતિ નંદલાલ બિંદ અંદરથી રૂમ બંધ કરી ફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે બે દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. દીકરીના બર્થડેની તસવીરો અંતિમ યાદ બની હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news