અંબાજી મંદિરમાં નકલી ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કર્યો આપઘાત

અંબાજી મંદિરમાં બનતા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી મોકલનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે અમદાવાદમાં આપઘાત કરી લીધો છે. 

 અંબાજી મંદિરમાં  નકલી ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કર્યો આપઘાત

ઉદય રંજન, અમદાવાદઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આપવામાં આવેલા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવાનો મામલો સામે આવ્યો હતો. નકલી ઘીનો મુદ્દો સામે આવતા સમગ્ર રાજ્યમાં વિવાદ ઉભો થઈ ગયો હતો. અંબાજી મંદિરમાં અપાતા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી અમદાવાદથી મોકલવામાં આવ્યું હતું. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે નકલી ઘી મોકલનાર વેપારીએ આપઘાત કરી લીધો છે. 

જતીન શાહે કર્યો આપઘાત
અમદાવાદમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો છે. નારોલ વિસ્તારમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં જતીન શાહે આપઘાત કર્યો છે. આ જતીન શાહ અંબાજી મંદિર પ્રસાદના નકલી ઘી કેસમાં આરોપી છે. જતીન શાહની પેઢીમાંથી નકલી ઘી મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં જતીન શાહની ધરપકડ પણ કરી હતી. નીકલંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કેમ કર્યો તેની માહિતી સામે આવી નથી. હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

અમદાવાદથી મોકલાયું હતું નકલી ઘી
અંબાજી મંદિરમાં મોહનથાળમાં વપરાયેલો ઘીનો જથ્થો અમદાવાદના દિલ્લી દરવાજા નજીક આવેલી નીલકંઠ ટ્રેડર્સ નામની દુકાનમાંથી ખરીદવામાં આવ્યો હતો. અંબાજી પોલીસે અમદાવાદ પહોંચી 3 ડબા ઘી જપ્ત કર્યું હતું. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગની ટીમે પણ નીલકંઠ ટ્રેડર્સ ખાતે દરોડા પાડ્યા હતા અને ઘીના સેમ્પલ પણ લીધા હતા. હવે આ નીલકંઠ ટ્રેડર્સના માલિકે આપઘાત કરી લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news