રીતસરની ધમકી! બાબા બાગેશ્વરનો વિરોધ કરશો તો જોયા જેવી થશે, 'ગુજરાતમાં હિન્દુના દીકરાનો વિરોધ નહીં સાંખી લેવાય'

સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ કૃષ્ણરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 150 જેટલા કરણી સૈનિકો દ્વારા બાબાના દરબારનું રક્ષણ કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ પણ કરણી સેના દ્વારા આપવામાં આવશે. 

રીતસરની ધમકી! બાબા બાગેશ્વરનો વિરોધ કરશો તો જોયા જેવી થશે, 'ગુજરાતમાં હિન્દુના દીકરાનો વિરોધ નહીં સાંખી લેવાય'

ઝી બ્યુરો/રાજકોટ: મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ ખાતે બે દિવસ માટે દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે દિવ્ય દરબાર યોજાવાની જાહેરાત શરૂ થતા જ વિવાદ પણ શરૂ થયો છે. તો બીજી તરફ કરણી સેના બાબાના સમર્થનમાં ઉતરી છે. બાબા બાગેશ્વરની દિવ્ય દરબારને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કરણી સેનાએ ઝંપલાવ્યું છે.

કરણી સેનાએ બાબા બાગેશ્વરનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની રણનીતિ ગોઠવી છે. સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ કૃષ્ણરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 150 જેટલા કરણી સૈનિકો દ્વારા બાબાના દરબારનું રક્ષણ કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ પણ કરણી સેના દ્વારા આપવામાં આવશે. 

કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થશે, આગામી 1લી અને 2જી જૂનના રોજ બાબા બાગેશ્વર રાજકોટ આવશે ત્યારે કરણી સેના ખડે પગે રહેશે. અમે પણ સનાતન ધર્મમાં માનીએ છીએ, અને જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવશે તો જોયા જેવી થશે. તેમને કહ્યું કે, હિન્દુના દીકરાનો કોઈ વિરોધ કરશે તો જોયા જેવી થશે. 

ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ બાદ હવે કરણી સેના પણ બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં સામે આવી છે.

બાબા બાગેશ્વર ગુજરાત આવી રહ્યાં છે... આજકાલ જ્યાં જુઓ ત્યા આ જ ચર્ચા છે. ગુજરાતમાં ત્રણ સ્થળોએ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે બાગેશ્વર ધામ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને બાબાના દરબારની માહિતી આપવામાં આવી હતી. જેમાં બાગેશ્વર ગુજરાતમાં ક્યાં રોકાશે તેની માહિતી પણ સામે આવી છે. અમદાવાદમાં બાબા બાગેશ્વર 22 રૂમના ભવ્ય મકાનમાં યોજાશે. તેમાં પણ પહેલા માટે ધીરેન્દ્ર શાસ્ત્રી માટે વિશાળ રૂમ તૈયાર કરાયો છે. બાબાના આગમન માટે તેની આસપાસના તમામ ઘરો ખાલી કરાવાયા છે.  

બાબા મકાનની ગેલેરીમાંથી આપશે દર્શન 
અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રાધિકા સેવા સમિતિના સંરક્ષક પુરુષોત્તમ શર્માના મકાનમાં યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં રોકાશે તે પુરુષોત્તમ શર્માનું 22 રૂમનું ભવ્ય મકાન છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રોકાણ માટે આયોજક પુરસોત્તમ શર્માએ પોતાનું મકાન રીનોવેટ કરાવ્યું છે. 22 કરતા વધુ રૂમના મકાનનું હાલ રિનોવેશન થઈ રહ્યું છે. પહેલા મળે આવેલા વિશાળ રૂમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના રોકાણ માટે વ્યવસ્થા કરાશે. રૂમની આગળની તરફ વિશાલ ગેલેરીમાંથી દર્શનાર્થીઓને ધીરેન્દ્ર શાસ્ત્રી દર્શન આપે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 

આસપાસના રહેતા લોકોને ખાલી કરાવાયા 
ધીરેન્દ્ર શાસ્ત્રી આ મકાનમાં રોકાવાના હોઈ મકાનની આસપાસના ઘરો પણ ખાલી કરાવાયા છે. તમામ ભાડે રહેતા લોકોને અન્ય સ્થળે શિફ્ટ કરાયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે 40 જેટલા લોકોની ટીમ આવશે. 

રાધિકા સેવા સમિતિના સંરક્ષક પુરુષોત્તમ શર્માએ જણાવ્યું કે, મારું મકાન છે, એને રીનોવેટ કર્યું છે, 225 નંબરના મકાનમાં તેઓ માટે રહેવાની વ્યવસ્થા કરી છે. અમારી કમિટીને તેઓએ વાયદો આપ્યો હતો અહીં આવવા માટે. અમે ગયા અને તેઓને મળ્યા બાદ તેઓએ અમને તારીખ આપી હતી. 10 જેટલા લોકો અમારી કમિટીમાં છે. પોલીસ તરફથી અમને સહયોગ મળી રહેશે, જેના માટે અમે વિનંતી પણ કરી છે. જે પણ આવે હસતા પરત ફરે એવી માતાજીને પ્રાર્થના. 

કાર્યક્રમના આયોજક પુરસોત્તમ શર્માએ કહ્યું કે, હું પ્રસન્ન છું, મારી ઈચ્છા પૂર્ણ થઈ રહી છે. બાબા સનાતનની, અખંડ ભારતની વાત કરે છે. તમામ વ્યવસ્થાઓ તેમના રહેવા માટે કરાશે. 22 તારીખ સુધીમાં રહેવા માટેની તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવાશે. કાર્યક્રમના બે દિવસ અગાઉ બાબાની ટીમમાંથી કેટલાક લોકો પણ આવશે. બાબાના દરબારમાં એકથી દોઢ લાખ જેટલા દર્શનાર્થીઓ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. વધારે લોકો આવે તો મેદાનની બહારની તરફ આવેલા અન્ય બે મેદાન સ્ટેડ બાય રખાશે, જેમાં LED મુકવામાં આવશે. 

ગુજરાતમાં બાબાનો કાર્યક્રમ 

ગુજરાતના ત્રણ શહેરોમાં બાગેશ્વર બાબા ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજશે.. જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. 

  • 26 અને 27 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્ય દરબાર યોજાશે. 
  • 29 અને 30મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર યોજશે. 
  • રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ દિવ્ય દરબાર યોજાશે. 
  • દિવ્ય દરબારની સાથે સાથે ત્રણેય શહેરોમાં રોડ શોનું પણ આયોજન છે.  

બાબા બાગેશ્વર કેવી રીતે જાણે છે મનની વાત, બાબાના દરબારમાં અરજી લગાવવી હોય તો આ જાણો

 એટલે કે, ગુજરાતમાં ત્રણ શહેરોમાં બાબા દિવ્ય દરબાર યોજશે.. જેને લઈને તૈયારીઓ પણ અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે. સૌથી પહેલાં સુરતની વાત કરીએ તો સુરતમાં લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર યોજાશે.. જ્યાં 2 દિવસમાં 2 લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા છે ગ્રાઉન્ડમાં 5 સ્ટેજ, 30થી વધુ LED પણ લગાવવામાં આવશે. તો બીજી તરફ અમદાવાદના ઘાટલોડિયામાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.. જ્યાં બાગેશ્વર બાબા 29 અને 30 મેના રોજ હાજરી આપશે. અને અંતમાં રાજકોટના રેસકોર્ષ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news