રૂપાલા હોય કે રાહુલ, માફી શાની? રાજા-મહારાજાઓનું અપમાન નહિ ચલાવી લેવાય

Rupala Controversy : ક્ષત્રિય સંકલન સમિતિના નેજા હેઠળ બારડોલીમાં રાજપૂત સમાજનું ભરાયું સંમેલન, સંકલન સમિતિએ કહ્યું- રાહુલ ગાંધી હોય કે રૂપાલા, નહીં ચલાવી લેવાય રાજા-મહારાજાઓનું અપમાન

રૂપાલા હોય કે રાહુલ, માફી શાની? રાજા-મહારાજાઓનું અપમાન નહિ ચલાવી લેવાય

Rahul Gandhi Controversial statement on Rajput : સરદાર નગરી બારડોલી ખાતે ગઈકાલે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. રાજપૂત સમાજનો રૂપાલા અને સરકાર સામેનો વિરોધ યથાવત છે. ભાજપના ગઢ બારડોલી વિસ્તારમાં યોજાયેલું આ સંમેલન ભાજપ માટે ધમકી સમાન બની રહ્યુ હતું. આ સંમેલનમાં હજારો ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. ત્યારે રૂપાલા બાદ રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિયો બરાબરના બગડ્યા હતા. સંકલન સમિતિએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી હોય કે રૂપાલા, રાજા-મહારાજાઓનું અપમાન નહીં ચલાવી લેવાય. 

રાહુલ ગાંધી નિવેદન મામલે રાજપૂત સમાજ સંકલન સમિતિ પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનને વખોડવામાં આવે છે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ રાજા મહારાજા વિશે વાતો કરે એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. રાહુલ ગાંધી જેવા જવાબદાર વ્યક્તિ આવી વાત કરે એ યોગ્ય નથી. ક્ષત્રિય સમાજ દ્વારા મિટિંગ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.રૂપાલા વિરુદ્ધ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. 

 

 

રૂપાલાનું નિવેદન આજે કે આવતીકાલે પણ માફીને લાયક નથી
તો રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા પાંખના પ્રમુખ તૃપ્તિબા રાઓલે કહ્યું કે, સરદારની આ ધરતીને હું નમન કરું છું. આ રાજકીય અધોપતન છે. રાજકીય લેવલે તમે જ્યારે પ્રતિનિધિત્વ કરો છો તો તમે સમાજ અને દેશનું પ્રતિનિધિત્વ કરો છો. ઘણા લોકો એવા છે જે અહીંયા નથી આવતા, પણ ઘરે બેઠા બેઠા જોતા હોય છે. રૂપાલાનું નિવેદન આજે પણ માફી લાયક નથી અને આવતીકાલે પણ નથી. જૂનાગઢ ભાજપ નેતાએ પણ વાણીવિલાસ કર્યો હતો. તે મહિલાઓ ઉપરાંત વિકલાંગોનું પણ આપમાન હતું. અમને હિંદુત્વના નામે ડરાવાઈ રહ્યા છે. હિન્દુત્વ કેવી રીતે બચાવવું એ અમને કોઈ સલાહ દેવા ન આવે. પોલીસ મિત્રો અને દેશના જવાનો દેશની-હિન્દુત્વની સુરક્ષા કરે છે. અમારા પર જ્ઞાતિવાદનો આરોપ લગાવી રહ્યા છે. અમે ફક્ત રૂપાલાના નિવેદનનો વિરોધ કરીએ છીએ પણ પાટીદાર સમાજનો નહીં. આજે અમારી ઉપર રાજકીય ટેગ લગાવવામાં આવી રહ્યા છે. હું રાજપૂતાણી તરીકે ખપીને જ રહીશ.આ લડાઈ હારજીતની નથી, અમારી અસ્મિતાની છે. અમે અમારી વર્તમાન અને ભવિષ્યની પેઢીને ગુલામી આપીને જવાના નથી. હજી આવનારા દિવસો ઘણા કપરા આવવાના છે. તમે એ ધ્યાન રાખીને વોટ કરજો કે 52000 બુથ પર રૂપાલા છે. હું 18 વર્શના યુવકોને કહું છું કે વોટ આપવા જાઓ ત્યારે પોતાની બહેન-દીકરીને જોઈને જજો. રોટી બેટીના વ્યવહાર એમાં વ્યવહાર શબ્દ બિલકુલ પણ સ્વીકાર્ય નથી.

 

 

26 વીઘાના મેદાનમાં કમળના ફૂલ ખીલવવાના હતા, પણ એક શબ્દએ કમળને ખેદાનમેદાન કર્યું
તો સમાજના દશરથબા વાઘેલાએ કહ્યું હતુ કે, આ 26 વીઘાના મેદાનમાં કમળના ફૂલ ખીલવવાના હતા. પણ એક શબ્દએ કમળને ખેદાનમેદાન કરી નાખ્યું છે. રાજપૂતો માટે તલવાર ચલાવવી એ બાળકનો ખેલ છે. પણ શિસ્તના કારણે તલવાર હાલ મ્યાન કરેલી છે. હાલ આપણી તલવાર એ આપણું મતદાન છે, મતદાન રૂપી તલવાર ચલાવીશું. આજે ભાજપ જાહેરમાં મિટિંગ નથી કરી શક્તો, આજ રાજપૂતોની તાકાત છે. રાજપૂતોના દીકરાઓ વ્યક્તિગત લાભ માટે નહીં પણ સમાજની રક્ષા, ગાયની રક્ષા માટે લડ્યા છે, આવનારા સમયમાં રાજપૂતોનો પક્ષ બને અને રાજકીય પાર્ટી બને તો લોકોનું ભલું થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news