આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, કરોડો રૂપિયાનું છે રોકાણ

Rahul Gandhi Investment : રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, તેમણે 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે, આ તમામ ગુજરાતની ટોચની કંપનીઓ છે. રાહુલને ગુજરાતી કંપનીઓ અને માલિકો પર ભરોસો છે કે ગુજરાતી પૈસા નહીં ડૂબાડે 
 

આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, કરોડો રૂપિયાનું છે રોકાણ

Rahul Gandhi Net Worth : રાહુલ ગાંધી હંમેશા ગુજરાતી ઉદ્યોગપતિઓના નામનું રટણ કરતા હોય છે. ચૂંટણી પ્રચારમાં પણ તેઓએ ગુજરાતી ઉદ્યોગપતિઓને લઈને આકરા પ્રહારો કર્યાં છે. અંબાણી અને અદાણીનુ નામ લઈને તેઓ ભાજપ પર પ્રહાર કરતા હોય છે. આવામાં એક મોટો ખુલાસો થયો છે. રાહુલ ગાંધી જ્યા ગુજરાતી ઉદ્યોગપતિઓને સંભળાવતા હોય છે, ત્યાં તેઓએ જ ગુજરાતી કંપનીઓમં સૌથી વધુ રોકારણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. એફિડેવિટ પ્રમાણે રાહુલ ગાંધીએ શેરબજારમાં રોકાણ કર્યું છે, તેમાં 25 માથી 8 કંપનીઓ ગુજરાતની છે. 

રાહુલ ગાંધીએ કઈ કઈ કંપનીઓમાં રોકાણ કર્યું
એશિયન પેઈન્ટ્સ, દીપક નાઈટ્રેટ, પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, આલ્કલી અમીન કેમિકલ્સ, ફાઈન ઓર્ગેનિક્સ, જીએમએમ ફોડલર, વર્ટોઝ એડવર્ટાઈઝિંગ, વિનાઈલ કેમિકલ્સ 

રાહુલ ગાંધીએ હાલમાં ચૂંટણી પંચમા એફિડેવિટ કરી હતી, જેમાં રાહુલ ગાંધીએ શેરબજારમા કરાયેલા ઈન્વેસ્ટમેન્ટની માહિતી આપી હતી. એફિડેવિટ મુજબ, રાહુલ ગાંધીએ સ્ટોક માર્કેટમાં 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે. જેમાંથી 8 કંપનીઓ એવી છે, જે ગુજરાતમાં આવેલી છે. તેમના માલિક પણ ગુજરાતી છે. આ ઉપરાંત રાહુલ ગાંધી પાસે 3.81 કરોડના મ્યુચ્યુઅલ ફંડ પણ છે. 

માહિતી મુજબ, રાહુલ ગાંધીએ શેરબજારમાં કરેલા રોકાણની 10 મે, 2024 પ્રમાણે ઈન્વેસ્ટમેન્ટ વેલ્યૂ 1.28 કરોડ થાય છે. વર્ષ 2021 થી અત્યાર સુધીની ઈન્વેસ્ટમેન્ટ વેલ્યૂ ચકાસતા આ 8 કંપનીઓમાંથી 2 કંપનીઓના રાહુલ ગાંધીને 45 ટકા અને 70 ટકાનુ નુકસાન ગયું છે. જ્યારે બાકીની કંપનીઓમાં 8.41 ટકાથી 208 ટકા નુકસાન ગયું છે. 

રાહુલ ગાંધીએ આ સિવાય અન્ય કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. જેમાં ઈન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી, નેસ્લે, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન અને ટીસીએસ જેવી કંપનીઓ પણ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news