ગુજરાતીનો દબદબો, આ ગુજ્જુ ભાઈ સતત ત્રીજીવાર અમેરિકાની સેરોટીસ સિટીના મેયર બન્યા

Naresh Solanki : મૂળ ઉપલેટાના નરેશ સોલંકી કેલિફોર્નિયાના સેરીટોસ સીટીના ત્રીજીવાર મેયર બન્યા, ઉપલેટા અને સમસ્ત આહીર સમાજનુ ગૌરવ વધ્યું 
 

ગુજરાતીનો દબદબો, આ ગુજ્જુ ભાઈ સતત ત્રીજીવાર અમેરિકાની સેરોટીસ સિટીના મેયર બન્યા

success story: વધુ એક ગુજરાતીએ અમેરીકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના સતત ત્રીજીવાર મેયર બન્યા છે. તેઓ મેયર બનતા ઉપલેટા, સૌરાષ્ટ્ર અને દેશનું નામ રોશન કર્યું છે. તેઓએ સમગ્ર વિશ્વમાં ગુજરાતી અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે. આમ, એક ગુજરાતીએ અમેરિકામાં દબદબો કાયમ કર્યો છે. 

મૂળ ઉપલેટાના સોરઠીયા આહીર સમાજના નરેશ સોલંકી વર્ષોથી અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે. વર્ષ 1988 માં તેમનો પરિવાર સેરોટિસ શહેરમાં સ્થાયી થયો હતો. વર્ષ 2007 થી 2015 સુધી તેઓ પ્લાનિંગ કમિશનરની પોસ્ટ પર રહ્યા હતા. તેના બાદ  વર્ષ 2015 માં તેઓ સેરીટોસ સિટી કાઉન્સિલમાં ચૂંટાયા હતા. ત્યાર બાદ 2020 માં ફરીથી ચૂંટાયા હતા. વર્ષ 2016 અને 2018 માં મેયર પ્રોટેમ અને વર્ષ 2019 અને 2020 માં મેયર બન્યા હતા. 

સતત ત્રીજીવાર શહેરના મેયર બનવું એટલે તે બતાવે છે કે તેઓ અમેરિકામાં કેટલા લોકપ્રિય છે. આ સમાચારથી ઉપલેટા અને સમસ્ત આહીર સમાજનુ ગૌરવ વધ્યું છે. તેમનો પરિવાર વતનનુ ઋણ ચૂકવવા માટે છેલ્લાં 21 વર્ષોથી ઉપલેટામાં દર ડિસેમ્બર મહિનામાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. 

તેઓ કેલિફોર્નિયામાં રિટેઈલ ગ્રોસરી સુપરમાર્કેટ કંપનીના સીઈઓ ને પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યાં છે. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરા જય અને મેહુલ છે. ઉપલેટામાં રહેતા તેમના સંબંધીઓ તેમની આ સફળતાથી ખુશ થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news