સમાજમાં પરિવર્તન માટે પાટીદારોની પહેલ : લગ્નનો આ ખોટો ખર્ચો ન કરીને દીકરીને આપો રૂપિયા

Patidar Samaj : પાટણમાં પાટીદાર સમાજે સમૂહ લગ્નનું કર્યું આયોજન.... પ્રિ-વેડીંગ શૂટિંગ કરાવનારા યુગલોની નોંધણી નહીં થાય... સમૂહલગ્ન ભારતીય સંસ્કૃતિ મુજબ કરવાનો નિર્ણય

સમાજમાં પરિવર્તન માટે પાટીદારોની પહેલ : લગ્નનો આ ખોટો ખર્ચો ન કરીને દીકરીને આપો રૂપિયા

Patidar Power પ્રેમલ ત્રિવેદી/પાટણ : ગુજરાતમાં પાટીદાર સમાજ સુખી સંપન્ન સમાજ ગણાય છે. પરંતું આ સમાજ હવે પરિવર્તનના રસ્તે જઈ રહ્યો છે. અનેક કુરિવાજો અને જૂના રિવાજો તથા ખોટા ખર્ચાઓ દૂર કરવાના નિયમો ત્યજી દેવા માટે હવે સમાજના આગેવાનો આવી રહ્યાં છે. ખોટા દેખાદેખીમાં સમાજના રૂપિયા વેરાય નહિ અને ખોટી પ્રથા ચલણમાં ન આવે તે માટે હવે આ સમાજ ક્રાંતિ કરવા જઈ રહ્યો છે. આવામાં પાટણના 42 લેઉવા પાટીદાર સમાજના અગામી સમયમાં સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યા છૅ ત્યારે આ સમૂહ લગ્નમાં જોડાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છૅ. જેમાં જે યુગલ આ સમૂહ લગ્નમા જોડાવવા માંગે છૅ, તેમને પ્રી વેડિંગ શૂટિંગના ખોટા ખર્ચાને તિલાંજલિ આપવી પડશે, તો જ સમૂહ લગ્નનું રજિસ્ટ્રેશન થશે. 

હાલના યુગમા લગ્ન પ્રસંગ સમયે થતા ખોટા ખર્ચાઓને લઇ ગરીબ અને મધ્યમ પરિવારોને ખૂબ જ વેઠવાનો વારો આવ્યો છૅ. ઘણી વાર તો પરિવારના મોભીને દેવા પણ કરવાનો વારો આવે છૅ. તો દેખાદેખીમાં લોકો વ્યાજ પર રૂપિયા લઈને પ્રસંગો કરતા થયા છે. ત્યારે  ખોટા ખર્ચાઓને રોકવા માટે 42 લેઉવા પાટીદાર સમાજ આગળ આવ્યો છૅ. જેમાં અગામી સમયમાં પાટીદાર સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યું છૅ. પાટીદાર યુવા મંડળના ઉપપ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું કે, જેમાં પ્રી-વેડિંગ શુટિંગને તિલાંજલિ આપનાર યુગલનું જ સમૂહ લગ્નમાં રજીસ્ટ્રેશન થશે અને આ અંગે સમાજના આગેવાનો દ્વારા યુગલોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. 

ખર્ચાને બદલે દીકરીને આપો રૂપિયા
તો પાટીદાર મહિલા આગેવાન ઈન્દુબેન પટેલે કહ્યું કે, ખોટા ખર્ચા દૂર કરવાના પ્રસંગોમાં જાગૃતિ લાવવાના પ્રયાસના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છૅ. ત્યારે આ પ્રકારના પ્રી વેડિંગ કરવા પાછળ લાખો રૂપિયાના ખર્ચાઓ થતા હોય . જેને અટકાવીને તે રૂપિયા દીકરીને આપવામાં આવે તો તે રૂપિયા તેના ઉપયોગી નીવડી શકે છે. સાથે ગરીબ પરિવાર આ પ્રકારના ખોટા ખર્ચાઓ અટકવવાને લઈ મોટી મુશ્કેલીનું નિરાકરણ આવી શકે છૅ. ત્યારે આ પ્રકારના નિર્ણયને પાટીદાર મહિલાઓ પણ આવકારી રહી છૅ. સમાજમાં આ પ્રકારના દુષણને દૂર કરવા માટે કટિબદ્ધ બન્યો છૅ.

ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ હાલ સમાજ સુધારણાના રાહ પર છે. આ માટે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પાટીદાર સમાજ દ્વારા વિવિધ નિર્ણયો લેવાઈ રહ્યાં છે. પાટીદાર સમાજ હવે ક્રાંતિના રાહે છે. જેમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરીને સમાજની વર્ષો જૂની સમસ્યાઓથી નિજાત મેળવી શકાય. ત્યારે હાલ સમાજમાં અનેક નવા બદલાવ કરવામા આવ્યા છે. આ માટે કુરિવાજોને બદલવા માટે હવે પાટીદાર સમાજે કમર કસી છે. પાટીદાર સમાજમાં મહિલાઓ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ માટે પાટણ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમાજ સુધારા માટે મોટી ચળવળ શરૂ કરી છે. પાટણમાં 42 ગામ લેઉવા પાટીદાર સમાજ કાર્યાલયનો શુભારંભ કરાયો છે. સમાજ દ્વારા યુવા મંડળ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. આગામી 17મી નવેમ્બરની તારીખ નક્કી કરાઈ છે. પરંતું સમૂહ લગ્નની નોંધણી માટે એક ખાસ નિયમ રાખવામાં આવ્યો છે. 

આમ, પાટણના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજે સામુહિક સંકલ્પ લીધો છે. જેમાં ફિલ્મો અને સીરિયલનું આંધળું અનુકરણ ટાળવા સુંદર પ્રયાસ હાથ ધર્યો છે. હવે પાટીદાર સમાજમાં પ્રી-વેડીંગના નામે બિનજરૂરી અને ખર્ચાળ પ્રથા બંધ કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news