ડ્રગ્સ માફિયાઓ માટે અમદાવાદ કેમ છે હોટ ફેવરિટ? મુંબઈના ડ્રગ્સ માફિયા સાથેના ખૂલ્યા કનેક્શન

SOGની કસ્ટડીમાં જોવા મળતા આરોપી અલ્લારખા ઉર્ફે અડડું શેખ અને શાહનવાજ ઉર્ફે કન્નુ કુરેશીને ડ્રગ્સની હેરાફેરી કરતા રંગેહાથે ઝડપયા છે. આરોપી એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસમાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા.

ડ્રગ્સ માફિયાઓ માટે અમદાવાદ કેમ છે હોટ ફેવરિટ? મુંબઈના ડ્રગ્સ માફિયા સાથેના ખૂલ્યા કનેક્શન

મૌલિક ધામેચા/અમદાવાદ: મુંબઈ ડ્રગ્સ માફિયા પાસેથી ડ્રગ્સ મેળવી અમદાવાદમાં ડ્રગ્સનું નેટવર્ક ફેલાવનાર કુખ્યાત ડ્રગ્સ પેડલરની SOG ક્રાઇમએ ધરપકડ કરી. 129 ગ્રામના એમ.ડી ડ્રગ્સના જથ્થા સહિત 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. જેલમાંથી પેરોલ જમ્પ કરીને પેડલરએ ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી.

SOGની કસ્ટડીમાં જોવા મળતા આરોપી અલ્લારખા ઉર્ફે અડડું શેખ અને શાહનવાજ ઉર્ફે કન્નુ કુરેશીને ડ્રગ્સની હેરાફેરી કરતા રંગેહાથે ઝડપયા છે. આરોપી એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસમાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા. ત્યારે SOGને બાતમી મળતા બન્ને ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી 129 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો જેની કિંમત 12.95 લાખ અને અન્ય વસ્તુ સહિત કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ પેડલરો લકઝરી બસમાં મુંબઈ થી અમદાવાદ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને તેઓના મુંબઈના ડ્રગ્સ માફિયા સાથેના કનેક્શન ખુલ્યા છે જેને SOGએ પૂછપરછ હાથ ધરી છે. 

પકડાયેલ ડ્રગ્સ પેડલર અલ્લારખા અને શાહનવાજની તપાસમાં તેઓ વેસ્ટ મુંબઈના કુરલા વિસ્તારમાં ડ્રગ્સ માફિયા અદનામ પાસેથી ડ્રગ્સ લાવતા હતા.અને ત્યાર બાદ ડ્રગ્સનો જથ્થો અમદાવાદના નાના પેડલરોને પડીકીમાં વેંચતા હતા. પકડાયેલ કુખ્યાત પેડલર અલ્લારખા વિરુદ્ધ 9 જેટલા ગુના નોંધાયા છે.અને પાસા પણ થઈ ચૂકી છે. એક વર્ષ પહેલાં ડ્રગ્સ હેરાફેરી કેસમાં આરોપી અલ્લારખાને ડ્રગ્સ સાથે પકડ્યો હતો જે જેલમાં સજા ભોગવી રહ્યો હતો બે મહિના પહેલા જ પેરોલ જમ્પ કરીને બહાર આવ્યો અને જેલમાં પરત જવાના બદલે ફરી ડ્રગ્સનું નેટવર્ક શરૂ કર્યું. પેરોલ જમ્પના આરોપી ની તપાસ કરી રહેલી SOG ની ટીમને અલ્લારખાની માહિતી મળતા મુંબઈ અને અમદાવાદના ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે.હાલમાં SOGએ બન્ને આરોપીની ધરપકડ કરીને ડ્રગ્સમાં જોડાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે,

મહત્વનું છે કે SOG ક્રાઇમની ટીમે ડ્રગ્સ પેડલરોની સાથે ડ્રગ્સ ખરીદવા આવેલા બે નાના પેડલરોને પણ ઝડપી લીધા છે.આરોપી અલ્લારખાએ 129 ગ્રામ એમડી ડ્રગ્સ માંથી 40 ગ્રામ જેટલું ડ્રગ્સ બે નાના પેડલરો આપવા માટે સિટીએમ બોલાવ્યા હતા. પરતું SOG ની ટીમ અગાઉથી વોચમાં બેઠી હતી આ દરમિયાન અલ્લારખાની ધરપકડ કરતા જ અન્ય આરોપી ડ્રગ્સ લેવા આવ્યા હતા. ત્યારે SOGની ટીમ આરોપીને પકડવા જતા બે નાના પેડલરો ભાગવા જતા પીઆઇ સાથે ઝપાઝપી કરી પરતું પોલીસે બન્ને પેડલરોની અટકાયત કરીને ડ્રગ્સ વેચાણને લઈને તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news