આ વર્ષે વહેલું આવશે ચોમાસું, અખાત્રીજનો પવન જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભવિષ્યવાણી

Ambalal Patel Monsoon Prediction : આ વર્ષે ગુજરાતમાં સરેરાશ સારો વરસાદ રહશે, ચોમાસું વહેલું બેસી જવાના સંકેત, 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં બેસી જશે ચોમાસું, ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્રમાં ચોમાસું બેસી જશે,,, આગાહીકાર અંબાલાલ પટેલની મહત્વની આગાહી 

આ વર્ષે વહેલું આવશે ચોમાસું, અખાત્રીજનો પવન જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભવિષ્યવાણી

Monsoon Alert In Gujarat : હાલ મે મહિનામાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી લોકો કુદરતને આજીજી કરી રહ્યાં છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે. અખાત્રીજના દિવસે ખેડૂતો માટે અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. આજે અખાત્રીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. વહેલા વરસાદની આગાહી કરાઈ છે. ખેડૂતો માટે આ સારા સમાચાર છે. ખેડૂતો મે માસથી જ ખરીફ વાવેતર કરતા હોય છે. 

મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળ્યા છે. આ સંકેત આપણા માટે સારા સંકેત બની રહ્યાં છે. જેનાથી વહેલું ચોમાસું બેસશે. મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળમાં ઉપસાગરમાં 16 મેથી મોટી હલચલ જોવા મળશે. 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. 

ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે
અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે વાદળોનો સમુહ સારો રહેવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે. જોકે, જુનમાં નહિ પરંતુ જૂલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં આ વર્ષે વરસાદ 106 ટકા સુધી વરસાદ થવાની શક્યતા છે. તો સમગ્ર ગુજરાતમાં 700 એમએમ કરતા વધારે વરસાદ થશે.

આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

ત્રણ દિવસ બાદ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે. પરંતુ ત્રણ દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમા વરસાદ આવશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે. 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ રહેશે. 

11 મેના રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે

12મેના રોજ વરસાદનીઆગાહી
અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં રહેશે વરસાદ

13 મેના રોજ વરસાદની આગાહી
સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત રહેશે વરસાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news