તમારી દીકરી સ્કૂલે જાય તો કોઈ તેનો પીછો કરે છે કે નહિ તે ચેક કરજો, નહિ તો આવી ઘટના બની શકે છે

અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક સગીરા સાથે છેડતીની ઘટના બની છે. સગીરા સ્કૂલે જતી હતી તે દરમિયાન આરોપીએ ઈકો ગાડીમાં તેનો પીછો કરી તેની છેડતી કરતો હતો. જેની હકીકત સગીરાએ માતા પિતાને જણાવતા તેઓએ તુરંત શાહપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી છે.
તમારી દીકરી સ્કૂલે જાય તો કોઈ તેનો પીછો કરે છે કે નહિ તે ચેક કરજો, નહિ તો આવી ઘટના બની શકે છે

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક સગીરા સાથે છેડતીની ઘટના બની છે. સગીરા સ્કૂલે જતી હતી તે દરમિયાન આરોપીએ ઈકો ગાડીમાં તેનો પીછો કરી તેની છેડતી કરતો હતો. જેની હકીકત સગીરાએ માતા પિતાને જણાવતા તેઓએ તુરંત શાહપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી છે.

સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, એક ઝાટકામાં થઈ ગયું આટલું સસ્તું...

અમદાવાદ શહેરમાં ફરી એક વાર દીકરીઓ સલામત નથી તેઓ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો તમારી દીકરી સ્કૂલ જાય છે અને તે સ્કૂલ હતા સમયે યોગ્ય કાળજી નથી રાખતી, તો હવે ચેતી જજો. કારણકે અમદાવાદના શાહપુર વિસ્તારમાં 15 વર્ષીય સગીરા સ્કૂલે જતી અને તે દરમિયાન સબીર હુસેન આશરે 37 વર્ષીય આરોપી ઇકો ગાડીમાં તેનો પીછો કર્યો અને ત્યારબાદ સગીરાની છેડતી કરી હતી. સગીરાના જણાવ્યા પ્રમાણે નરાધમ આરોપી સબીર છેલ્લા કેટલાક દિવસોથી તેનો પીછો કરતો હતો. જેને લઈ સગીરાએ સ્કૂલમાં સમગ્ર બાબત સ્કૂલ મેનેજમેન્ટને જણાવી અને તુરંત સગીરાની માતા-પિતાને હકીકત જણાવી હતી. જેને લઈ તેઓએ શાહપુર પોલીસનો સંપર્ક કર્યો અને આરોપી સબીર હુસેનને પોલીસે દબોચી જેલના સળિયા ધકેલ્યો હતો. 

ચીનથી આવેલો કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયો

જોકે હાલ શાહપુર પોલીસ આરોપી સબીરની સઘન રીતે પૂછપરછ કરી રહી છે. આરોપી કેટલા સમયથી પીછો કરી રહ્યો છે? શા માટે પીછો કરતો હતો? સાથે તેના ઈરાદા શુ રહેલા? તેવી તમામ બાબતોને ધ્યાનમાં રાખી તેની પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ સગીરાની સમયસૂચકતાના લીધે જ આજે આરોપ સબીર જેલના હવાલે થયો છે. ત્યારે તમારી દીકરી જો સ્કૂલે જાય છે અને આગળ પાછળ કોણ આવે છે અને તેનો કોઈ પીછો કરે છે કે નહીં ? સાથે જ કરે છે તો તુરંત પોલીસનો સંપર્ક કરે. જેથી નરાધમ આરોપીઓને કડકમાં કડક સજા થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news