અમદાવાદી વૈજ્ઞાનિકે રચ્યો ઇતિહાસ: શોધ્યો પૃથ્વી કરતાં 6 ગણો મોટો ગ્રહ, દોઢ વર્ષથી કરી રાખી રહ્યા હતા નજર

વિજ્ઞાની દુનિયામાં ભારતે એક મોટો ઇતિહાસ રચ્યો છે. ભારતીય વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી લગભગ 600 પ્રકાશ વર્ષ દૂર એક વર્ષની શોધ કરી છે જે વજનમાં પૃથ્વી કરતાં 27 ગણો અને રેડિયસમાં 6 ગણો મોટો છે. આ શોધ માઉંટ આબૂ સ્થિત ઓબ્જેર્વેટરીમાં કરવામાં આવી. આ સાથે ભારતના તે સિલેક્ટેડ સમૂહમાં સામેલ થઇ ગયા છે જેમણે કોઇ મોટા ગ્રહની શોધ કરી છે. 

અમદાવાદી વૈજ્ઞાનિકે રચ્યો ઇતિહાસ: શોધ્યો પૃથ્વી કરતાં 6 ગણો મોટો ગ્રહ, દોઢ વર્ષથી કરી રાખી રહ્યા હતા નજર

અમદાવાદ: વિજ્ઞાની દુનિયામાં ભારતે એક મોટો ઇતિહાસ રચ્યો છે. ભારતીય વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી લગભગ 600 પ્રકાશ વર્ષ દૂર એક વર્ષની શોધ કરી છે જે વજનમાં પૃથ્વી કરતાં 27 ગણો અને રેડિયસમાં 6 ગણો મોટો છે. આ શોધ માઉંટ આબૂ સ્થિત ઓબ્જેર્વેટરીમાં કરવામાં આવી. આ સાથે ભારતના તે સિલેક્ટેડ સમૂહમાં સામેલ થઇ ગયા છે જેમણે કોઇ મોટા ગ્રહની શોધ કરી છે. ગ્રહને EPIC 211945201b અથવા K2-236b નામ આપવામાં આવ્યું છે. 

અમદાવાદની ફિજિકલ રીસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ના વૈજ્ઞાનિકોએ પ્રોફેસર અભિનીત ચક્રવતીના નેતૃત્વમાં આ ગ્રહની શોધ કરવામાં આવી છે, જેનો આકાર સૈટર્નથી નાનો અને નેપ્ચ્યૂનથી મોટો છે. આ ગ્રહ સૂર્ય જેવાના ચક્કર કાપે છે. વૈજ્ઞાનિકોએ માઉંટ આબૂ સ્થિત પીઆરએલ ગુરૂશિખર ઓબ્જર્વેટરીમાં 1.2 મીટરના ટેલિસ્કોપ દ્વારા કરી. તેના માટે પીઆરએલ એડવાન્સ-વેલોસિટી અબુ સ્કાઇ સર્ચનીની મદદ વડે ગ્રહનું વજન માપવામાં આવ્યું.

600 ડિગ્રી સેલ્સિયસ છે તાપમાન
ઇંડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકોએ તારાને EPIC 211945201 (K2-236) નામ આપ્યું છે. તારા ગ્રહની નજીક હોવાથી તેના પડનું તાપમાન 600 ડિગ્રી સેલ્સિયસ છે. તેનું કારણ આ ગ્રહ પર જીવન મુશ્કેલ થઇ શકે છે. વૈજ્ઞાનિકોના અનુસાર, આ શોધ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેના માધ્યમથી તારા નજીક રહેનાર રહેનાર ગ્રહોની બનવાની પ્રક્રિયાની ખબર પડે છે.

આ રીતે ખબર પડી
વૈજ્ઞાનિકો લગભગ દોઢ વર્ષથી તેને ઓબ્વર્જ કરી રહ્યા હતા. જ્યારે આ દેખાયું કે તારા અને પૃથ્વી વચ્ચે આ આવે છે ત્યારે તે ગ્રહ હોવાની સંભાવના વિશે ખબર પડી. તારા અને પૃથ્વી વચ્ચે આવવાથી જેટલો પ્રકાશ તે રોકે છે, તેના આધારે તેના આકાર વિશે શોધ કરવામાં આવી. જોકે, તેનાથી તે ગ્રહ હોવાની પુષ્ટિ ન થઇ.

ધરતી કરતાં 27 ગણો મોટો ગ્રહ
PARAS સ્પેક્ટ્રોગ્રાફના માધ્યમથી તે ગ્રહ હોવાનું જાણી શકાયું. ગ્રહના ગુરૂત્વાકર્ષના લીધે આ તારા અને પોતાના સેંટર ઓફ માસના આસપાસ ફરે છે. તેને 420 દિવસ સુધી જોયા બાદ PARAS સ્પેક્ટ્રોગ્રાફની મદદથી તે ગ્રહ ધરતી કરતાં 27 ગણો મોટો હોવાનું જાણી શકાયું છે. 

માસ અને રેડિયસના આધારે ખબર પડે છે કે તે ગ્રહનો 60 થી 70 ટકા ભાગ બરફ, સિલિકેટ્સ અને લોખંડ છે. આ સાથે જ આ ગ્રહને તે ગ્રહોની યાદીમાં રાખવામાં આવ્યો છે જે ગ્રહ પૃથ્વીના ગ્રહથી 10 થી 70 ગણા મોટા અને રેડિયસ પૃથ્વેના રેડિયસ થી 4 થી 8 ગણા મોટા છે. અત્યાર સુધીમાં આવા 23 સિસ્સ્ટમ શોધવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news