ગુજરાતી IAS ઓફિસરનો લેટર બોમ્બ, ગુજરાતનું શિક્ષણ સડેલું હોવાનો પુરાવો આપી સરકારની પોલ ખોલી

Gujarat Education : ગુજરાતની કથળતી શિક્ષણનીતિ પર IAS ધવલ પટેલે દુઃખ વ્યક્ત કરી શાળાઓની સ્થિતિ ખુલ્લી પાડી... શાળા પર્વતોત્સવમાં ધવલ પટેલે જે શાળાઓની મુલાકાત લીધી તેમની દયનીય હાલત... છોટાઉદેપુર તાલુકાના 6 ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો

ગુજરાતી IAS ઓફિસરનો લેટર બોમ્બ, ગુજરાતનું શિક્ષણ સડેલું હોવાનો પુરાવો આપી સરકારની પોલ ખોલી

IAS Officer Dhaval Patel છોટાઉદેપુર : છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ કથળેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. IAS અધિકારી ધવલ પટેલે  પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે. જે બાદ શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. ધવલ પટેલે શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુરની છ શાળાની મુલાકાત લીધી હતી. જે બાદ આ છ ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો છે. શિક્ષણનું સ્તર અત્યંત નિમ્ન હોવાનો ધવલ પટેલે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

પત્રમાં એવો ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,  ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ નથી આવડતું. બાળકોને સમાનાર્થી અને વિરોધી જેવા સામાન્ય શબ્દનો અર્થ ખબર ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.. વાંચતા-લખતા ન આવડતું હોવા છતાં વિદ્યાર્થીઓ પાસ થયા હોવા પર ધવલ પટેલે સવાલ ઉઠાવ્યા છે. 6 માંથી માત્ર એક જ શાળાના બાળકોના વ્યવસ્થિત શિક્ષણ મળતું હોવાનો ધવલ પટેલનો દાવો છે.

ગુજરાતની કથળતી શિક્ષણનીતિ પર IAS ધવલ પટેલે દુઃખ વ્યક્ત કરી શાળાઓની સ્થિતિ ખુલ્લી પાડી છે. શાળા પર્વતોત્સવમાં ધવલ પટેલે જે શાળાઓની મુલાકાત લીધી તેમની હાલત અત્યંત દયનીય છે. તેઓએ છોટાઉદેપુર તાલુકાના 6 ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો છે. તેઓએ શાળાઓનું શિક્ષણ અત્યંત નિમ્ન કોટીનું ગણાવ્યું. ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ ન આવડતું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો.

ધવલ પટેલે પત્રમાં લખ્યું કે, આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને તેઓને અન્યાય કરી રહ્યા છીએ. આદીવાસીઓ સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ગુજરાતના શિક્ષણની પોલ છતી થઈ. આમ, આઇએએસ અધિકારી ધવલ પટેલનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news