ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના મોટા અપડેટ, આ પરીક્ષાની સંમતિ મુદતમાં કરાયો વધારો

Government jobs :  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવા માટે ઓનલાઈન સંમતિ આપવાની તારીખની મુદતમાં વધારો.... 4 ઓગસ્ટ રાતના 12 વાગ્યા સુધી સમય આપવામાં આવ્યો....4 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારો સંમતિ આપી શકશે..વરસાદના કારણે કેટલાક જિલ્લામાં ટેક્નિકલ ખામી અને સર્વર બંધની હતી ફરિયાદ
 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના મોટા અપડેટ, આ પરીક્ષાની સંમતિ મુદતમાં કરાયો વધારો

Gandhinagar News ગાંધીનગર : ગુજરાતમાં અનેક યુવાઓ સરકારી નોકરીની આશાએ ફોર્મ ભરીને તૈયારી કરી રહ્યાં છે. સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત થાય એટલે પરીક્ષા કેન્દ્ર ભલે ગમે તેટલુ દૂર કેમ ન હોય, આગલા દિવસે પહોંચીને પરીક્ષા આપે છે. પરંતુ આ વચ્ચે હાલ એક અફવા વહેતી થઈ છે. સરકારી નોકરીમાં ભરતીની અફવાઓ વચ્ચે ગુજરાત ગૌણ પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મોટી માહિતી આપી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઇન સંમતિ આપવાની તારીખની મુદતમાં વધારો કરાયો છે. હવે 4 ઓગસ્ટ રાતના 12.00 વાગ્યા સુધી ઉમેદવારો ઓનલાઇન સંમતિ પર ભરી શકશે. વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં ટેકનિકલ ખામી કે સર્વર બંધ હોવાની ફરિયાદો ઉઠી હતી તેના પગલે આ નિર્ણય લેવાયો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 2, 2023

 

ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા એક પરિષત્રમાં જણાવાયું કે, સીધી ભરતીની પરીક્ષા આપવા માટે ઉક્ત જાહેરાતમાં નોંધાયેલ ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેની સંમતિ મેળવવા માટે 14 જુલાઈ, 2023 ની સૂચનાથી ઉમેદવારોની સંમતિ લેવા માટેની વિગતવાર સૂચનાઓ મૂકવામાં આવી હતી. જેમાં 17, જુલાઈ થી 27 જુલાઈ સુધીમાં પરીક્ષા સંમતિનું ફોર્મ ઓનલાઈન ભરવા માટે ઉમેદવારોને જણાવાયુ હતું. જેમાં કેટલાક ઉમેદવારોને વરસાદને કારણે કેટલાક સ્થાનો પર સર્વર એરરની ટેકનિકલ ખામી આવતી હતી, જેથી તેમનુ ફોર્મ ભરવાનું રહી ગયું છે. તેથી વ્યાપક રજૂઆતોને ધ્યાનમાં લઈને ઉમેદવારોના હિતમાં આ સંમતિ પત્રની પ્રોસેસ 2 ઓગસ્ટથી 12.00 કલાકથી 4 ઓગસ્ટ સુધી રાતે 11.59 સુધી રીઓપન કરાયું છે. 

તેથી જે ઉમેદવારોને પરીક્ષા આપવા માટેનું સંમિત ફોર્મ ભરવાનું ભાકી રહી ગયુ હોય તેઓએ ઓનલાઈન OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર ભરીને સબમીટ કરવાનું રહેશે. 

સાથે જ એવુ પણ જણાવાયું કે, આ સમય બાદ અન્ય કોઈ માધ્યમથી સંમિત ફોર્મ મંડળ દ્વારા સ્વીકારમાં નહિ આવે. 4 ઓગસ્ટ પછી કોઈ પણ સંજોગોમાં પ્રસ્તુત બાબતની ઉમેદવારોની રજૂઆત ધ્યાનમાં નહિ લેવાય. જેની ઉમેદવારોએ નોંધ લેવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news