VIDEO: ગાંધીનગરના લોકો થઈ જાઓ સાવધાન! આદમખોર દીપડો તમારા પરિવારને કરી શકે છે નુકસાન

દહેગામ તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. દહેગામ તાલુકમાં દીપડાએ છ લોકોને ઘાયલ કરતાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. કડજોદરા ગામમાં દીપડો આફત બન્યો છે. 

VIDEO: ગાંધીનગરના લોકો થઈ જાઓ સાવધાન! આદમખોર દીપડો તમારા પરિવારને કરી શકે છે નુકસાન

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફરી એકવાર દીપડો દેખાતા ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરના દહેગામ વિસ્તારમાં દિપડાની દહેશત વચ્ચે લોકોમાં ડરનો માહોલ બનેલો છે. આ ઘટનામાં આદમખોર દીપડાએ કડજોદરા ગામે બે લોકો પર હુમલો કર્યો છે. હાલ વન વિભાગની ટીમ દીપડાની શોધખોળ હાથ ધરી છે. આ સાથે જ માનવ વસ્તીમાં ઘૂસેલા દીપડાએ 7-8 લોકો પર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, દહેગામ તાલુકામાં કડજોદરા ગામમાં દીપડો આફત બન્યો છે. માનવ વસ્તીમાં ઘૂસેલા દીપડાએ 7-8 લોકો પર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં પહોંચી છે અને દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

આદમખોર દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આદમખોર દીપડો લોકોને નિશાન બનાવીને ખેતરમાં છૂપાયો છે. ત્યારે વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે. દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ દોડી આવી હતી અને ગ્રામજનો પાસેથી માહિતી મેળવી દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news