રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓને વિનામૂલ્યે સારવાર, સરકારી ઓફિસોમાં કામકાજ થશે ચાલુ

આઇસોલેશન વોર્ડ માટેના દરો પણ નક્કી કરાયા છે. કોરોનાની સારવાર માટે આ હોસ્પિટલોને સરકાર એડવાન્સમાં 15 લાખ રૂપિયા ચુકવવા તૈયાર છે.

રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓને વિનામૂલ્યે સારવાર, સરકારી ઓફિસોમાં કામકાજ થશે ચાલુ

હિતલ પારેખ, ગાંધીનગર : એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સરકારી અને ખાનગી એવી કોરોનાવાયરસની સારવાર આપી રહેલી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપી શકાય એટલા માટે રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે અને ખાનગી હોસ્પિટલો સાથે બે મહિના માટે કરાર કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

આ હોસ્પિટલોમાં સારવાર માટે ફીના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે. આ સારવાર માટે લોહીના નમુનાની ચકાસણી માટે રૂપિયા 200 સહિતના દર નક્કી કરાયા છે. આઇસોલેશન વોર્ડ માટેના દરો પણ નક્કી કરાયા છે. કોરોનાની સારવાર માટે આ હોસ્પિટલોને સરકાર એડવાન્સમાં 15 લાખ રૂપિયા ચુકવવા તૈયાર છે. આ સારવાર માટે અમૃતમ અને આયુષ્યમાં યોજના અંતર્ગત ખર્ચ કરવાનો રહેશે.

આ સિવાય રાજ્યની આવશ્યક સેવાઓમાં કાર્યરત વિભાગો સિવાયના વિભાગો પણ ચાલુ કરવા રાજ્યસરકારે નિર્ણય લીધો છે અને મિનિમમ 33 ટકા સ્ટાફની હાજરી અંગે વ્યવસ્થા રાખવા સામાન્ય વહીવટ વિભાગ  સૂચના આપી છે. આ સિવાય વિભાગના કલાસ 1 અને કલાસ 2 કક્ષાના અધિકારીને પણ હાજર રહેવા કહી દેવાયું છે. જોકે અત્યંત આવશ્યક હોય તે સિવાયના મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે અને લોકડાઉન દરમિયાન તારીખ 20 એપ્રિલથી 4 મે સુધી કચેરીઓ ચાલુ રાખવા સામાન્ય વહીવટ વિભાગે સૂચના આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news