ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યૂઅલી બેઠક કરી! આપ્યા મહત્વપૂર્ણ આદેશ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બાદ CMની સૂચના, ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા નદી અને તળાવને પહોળા કરાશે

 ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યૂઅલી બેઠક કરી! આપ્યા મહત્વપૂર્ણ આદેશ

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં આજે ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ SEOC, ગાંધીનગર ખાતે ઈમરજન્સી સમીક્ષા બેઠક કરીને જિલ્લા કલેકટરનો જરૂરી સૂચનોઓ આપી હતી. રાહત કમિશનર આલોક પાંડેએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. 

ભારે વરસાદના કારણે પોરબંદર અને કચ્છના બે નેશનલ હાઈવે પર પાણી ઉપરથી જવાના કારણે બંધ છે. જ્યારે 10 સ્ટેટ હાઈવે ઓવર ટોપિંગના કારણે અને 271 પંચાયત હસ્તકના એમ કુલ 302 રોડ બંધ છે જે પાણી ઓછું થવાથી શરૂ થઈ જશે. હાલ 736 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.

તેમણે કહ્યું હતું કે,જૂનાગઢ વલસાડ, ગીર સોમનાથ અને પોરબંદર સહિતના જિલ્લાઓ માં ભારે વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીની મોટી આવક થઇ છે. જેમાં નર્મદા ડેમ ૬૭ ટકા જ્યારે ૪૬ ડેમો સંપૂર્ણ  ભરાયા છે . એનડીઆરએફ,એસડીઆર એફની કુલ નવ ટીમો ભારે વરસાદવાળા જિલ્લામાં તહેનાત કરી છે. આમાં એનડીઆરએફ અને એસડીઆરએફની બે- બે ટીમ જૂનાગઢમાં  રાહત કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 358 લોકોના  રેસ્ક્યુ કરાયા છે. માર્ગ અને મકાન વિભાગ સહિતના અન્ય વિભાગો સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો આપી છે.

હવામાન વિભાગના અહેવાલ મુજબ આવતીકાલે બપોર સુધીમાંગીરસોમનાથ, જૂનાગઢ કચ્છ ,પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. આવા સમયે બિન જરૂરી બહાર ન નીકળવા અને  પોતાના ઘરે જ રહેવા કમિશનરએ નાગરિકોને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગરથી સ્ટેટ  ઇમરજન્સી ઓપરેશન સેન્ટર  પહોંચીને કરી હતી. જૂનાગઢમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે મુખ્યમંત્રી રાજકોટનો તેમનો પ્રવાસ ટુંકાવી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી વરસતા વરસાદમાં સીધા જ ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલ રૂમ આવ્યા હતા. મુખ્યંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જૂનાગઢ શહેરમાં જ્યાં  વધુ પાણી ભરાયાં છે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રબંધ અંગે તેમજ પાણી ગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ વગેરે પહોચાડવાની વ્યવસ્થા અંગે તેમણે જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news