ગુજરાતમાં એક એવી ચૂંટણી જેમાં ભાજપના નેતાઓને નથી રસ, એક પણ નથી લાઈનમાં...

Loksabha Election 2024: ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું છે કે ભાજપનું શાસન અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ એક ભાજપીને આ ચૂંટણીમાં રસ નહીં હોય.. ના કોઈ ટિકિટ માટે પડાપડી કરશે કે ના કોઈને હાર જીતથી ફર્ક પડશે. પ્રથમવાર એવું બનશે એક સાથે 5 સીટો પર કોંગ્રેસના પક્ષપલટુઓ હવે ભાજપમાં જોડાઈ ચૂંટણી લડી રહ્યાં છે. જેથી કોંગ્રેસને પણ લોકસભા કરતાં વિધાનસભામાં આ પક્ષપલટુઓને હરાવવામાં વધારે રસ છે. ભાજપ માટે તો હારે કે જીતે કોઈ ફર્ક પડવાનો ન હોવાથી ભાજપનું ફોકસ લોકસભા છે. 

ગુજરાતમાં એક એવી ચૂંટણી જેમાં ભાજપના નેતાઓને નથી રસ, એક પણ નથી લાઈનમાં...

Loksabha Election 2024: કેન્દ્રીય ચૂંટણી પંચે ન માત્ર લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર કર્યો પરંતુ, ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. આમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની 6માંથી 5 બેઠકો પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે વિસાવદર બેઠકને લઈને હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વાઘોડિયા, માણાવદર, ખંભાત, વિજાપુર અને પોરબંદર ગુજરાતની આ પાંચ બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં 26 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે યોજાશે. ચૂંટણી પંચ દ્વારા ન માત્ર લોકસભા ચૂંટણીની જાહેરાત કરી પરંતુ સાથે સાથે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. 

7મેના રોજ પેટા ચૂંટણીનું મતદાન થશે

આપને જણાવીએ કે, ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં વાઘોડિયામાં અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું હતું. આ જ પ્રકારે માણાવદરમાં અરવિંદ લાડાણી, ખંભાતમાં ચિરાગ પટેલ, વિજાપુરમાં સી જે ચાવડા અને પોરબંદરથી અર્જુંન મોઢવાડિયાને ટીકિટ માટે કમિટમેન્ટ અપાયું છે. વિધાનસભામાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની વાત કરી એ તો..લોકસભાની ચૂંટણીના મતદાનની સાથે જ 7મેના રોજ પેટા ચૂંટણીનું મતદાન થશે. લોકસભા ચૂંટણીની સાથે જ 4 જૂનના રોજ પેટા ચૂંટણીનું પરિણામ આવશે. પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી દીધી છે. જોકે, સવાલ એ છેકે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણી કેમ જાહેર ન કરવામાં આવી.. વિસાવદર બેઠક ભુપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી.

ભાજપે 156 બેઠકો પર જીત મેળવી

વિસાવદર બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણીનો વિજય થયો હતો. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં તત્કાલિન કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રીબડિયાએ 2023માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હર્ષદ રીબડિયાની અરજીમાં ભૂપત ભાયાણીની જીતને પડકારવામાં આવી હતી. હર્ષદ રીબડિયાની અરજી બાદ હજુ પણ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જોકે, આ બધા વચ્ચે રાજકીય પક્ષો દાવો કરી રહ્યા છેકે, ચૂંટણી પંચ દ્વારા કોઈ ક્ષતિથી વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણી જાહેર કરવાની બાકી રહી ગઈ છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મેળવી હતી અને AAPએ 5 તેમજ અપક્ષ 3 અને સમાજવાદી પાર્ટીએ 1 બેઠક મેળવી હતી. 

પાંચ બેઠકોને ચૂંટણીની જાહેરાત

પરંતુ સમય જતા અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોએ પદ પરથી અને પક્ષમાંથી રાજીનામુ આપી દેતા છ બેઠકો અત્યારે ખાલી પડી છે. જે 6માં 4 કોંગ્રેસ તેમજ 1 AAP અને એક અપક્ષના ધારાસભ્યએ રાજીનામુ આપ્યું છે. અત્યારની સ્થિતિએ ભાજપ પાસે 156 બેઠકો છે. જ્યારે  કોંગ્રેસ પાસે 13 અને આમ આદમી પાર્ટી પાસે 4 અને અપક્ષ પાસે 2 અને સપા પાસે 1 બેઠક છે તો 6 બેઠકો ખાલી પડી છે. જેમાંથી પાંચ બેઠકોને ચૂંટણીની જાહેરાત કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news