ગુજરાતના જાણીતા ધારાસભ્યની ઓફિસમાં ભીષણ આગ, મહત્વપૂર્ણ દસ્તાવેજો સળગી ગયા!

સુરત સિંગણપોર વિસ્તારમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં આગનો બનાવ બન્યો છે. ધારાસભ્ય વિનુ મોરડીયાની ઓફિસમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થેળ પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવોપ્રાયસ કર્યો હતો. આગની ચપેટમાં આખી ઓફિસ બળીને ખાખ થઈ ગઈ હતી. 
ગુજરાતના જાણીતા ધારાસભ્યની ઓફિસમાં ભીષણ આગ, મહત્વપૂર્ણ દસ્તાવેજો સળગી ગયા!

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત સિંગણપોર વિસ્તારમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં આગનો બનાવ બન્યો છે. ધારાસભ્ય વિનુ મોરડીયાની ઓફિસમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થેળ પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવોપ્રાયસ કર્યો હતો. આગની ચપેટમાં આખી ઓફિસ બળીને ખાખ થઈ ગઈ હતી. 

સુરતમાં આગની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે કતારગામના ધારાસભ્યની સિંગણપોરસ્થિત કાર્યાલયમાં આગ ફાટી નીકળી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.

પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી લાગેલી આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ હતી. સાથે જ ધુમાડાના ગોટે ગોટા દુર સુધી જોવા મળ્યા હતાં. કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડીયાના કાર્યાલયમા આગ ફાટી નીકળ્યાની જાણ થતાં જ ડભોલી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમણે સતત પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જેથી હાશકારની લાગણી લોકોમાં ફેલાઈ હતી. 

ધારાસભ્યના કાર્યાલયમાં લાગેલી આગની ઘટનામાં ફર્નિચર અને કોમ્પ્યુટરના સાધનો સહિતની પ્રચાર સામગ્રી અને અન્ય કાગળો પણ બળીને ખાક થઈ ગયા હતાં. આગ લાગવાનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. જો કે ફાયર બ્રિગેડ દ્વારા પ્રાથમિક માહિતી આગ શોર્ટ સર્કિટને ગણાવવામાં આવી રહી છે. ફાયર ઓફિસરે કહ્યું કે, ઓફિસ ખોલતાં જ જેવું એસી શરૂ કર્યું કે, ધડાકા સાથે આગ લાગી હતી. કોઈ ઈજા જાન હાનિ થઈ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news