કબૂતરબાજીમાં ભાજપના ટોચના નેતા અને કાર્યકરોના નામ ઉછળ્યા, પોલીસે ઔકાત બતાવી પણ હવે પગ તળે રેલો આવ્યો

Gujarat Politics : કબૂતરબાજીમાં ભાજપના નેતાની સંડોવણીછી કમલમમાં ખળભળાટ મચી ગયો છે, ત્યારે આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે એ તો આગામી સમય બતાવશે પણ હાલમાં ભાજપ અને ગુજરાતમાં આ તોડકાંડ ભારે ચર્ચા જગાવી રહ્યો છે

કબૂતરબાજીમાં ભાજપના ટોચના નેતા અને કાર્યકરોના નામ ઉછળ્યા, પોલીસે ઔકાત બતાવી પણ હવે પગ તળે રેલો આવ્યો

Gujarat Politics : દેશના બહુ ચકચારી ડિંગુચા પ્રકરણનો રેલો હવે ધીમેધીમે ભાજપના કમલમ સુધી પહોંચ્યો છે. કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં છેવટે બોબી પટેલ તથા યોગેશ પટેલની ધરપકડ થઈ છે, પણ પ્રકરણમાં બચાવવા જતાં કમલમના એક મોટા કદના નેતા ફસાયા છે. જેનો રેલો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. પોતાની જાતને સુપર ગૃહમંત્રી સમજતા આ નેતાને પોલીસે ઔકાત તો દેખાડી દીધી છે પણ આ પ્રકરણમાં નેતાના પગતળે રેલો આવે તો નવાઈ નહીં. કારણ કે હવે એક આરોપીને કમલમથી બચાવવાનો પ્રયાસ થયો હોવાની ઘટના મામલે દિલ્હી સુધી પડઘા પડ્યા છે. આ પ્રકરણમાં  મોનીટરીંગ સેલના પીઆઈ જવાહર દહિયા સસ્પેન્ડ થઈ ગયા છે. કબૂતરબાજીમાં ઝડપાયેલા બે માફિયાઓની ભાજપના નેતા- કાર્યકરો વચ્ચે સીધી સાંઠગાંઠ હોવાના ખુલાસાથી ભાજપમાં પણ આ મામલાએ તુલ પકડી છે. 

ભાજપના નેતા ચર્ચામા આવ્યા 
ભાજપ સંગઠનની છત્રછાયાને કારણે તમને કંઈ નહીં થાય ની બડાશો હાંકતા નેતાઓની બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ છે. એમને એમ કે આ પ્રકરણમાં પોલીસને કહેવાથી કામ થઈ જશે પણ હવે એમના પર પણ છાંટા ઉડી રહ્યાં છે. આ પ્રકરણમાં ભાજપના નેતાએ બચાવ કર્યો હોવાનું બહાર આવતાં સરકાર અને સંગઠનમાં પણ સોપો પડી ગયો છે. સરકાર આ મામલે કડકાઈથી કાર્યવાહી કરી રહી છે. દિલ્હીથી સીધા આદેશ હોવાને કારણે ગૃહમંત્રી એક પણ ને બખ્શવાના મૂડમાં નથી, પણ સંગઠનમાંથી બચાવના પ્રયાસો થયા હોવાની ચર્ચાઓને કારણે આ પ્રકરણમાં ભાજપ ચર્ચામાં આવી ગયું છે.

આ પણ વાંચો : 

કેસ પર સીએમઓની સીધી નજર
આ પ્રકરણમાં નાના કદના ભાજપ સંગઠનના એક ટોચના નેતા, આઈટીસેલ અને સોશિયલ મીડિયા ટીમના કાર્યકરોના આ પ્રકરણમાં નામ હોવાની ચર્ચાઓ છે. બીજી તરફ આ કેસમાં સીએમઓ સીધી નજર રાખી રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ પ્રકરણમાં સંડોવાયેલા યોગેશ પટેલ અને બોબી ઉર્ફે ભરત પટેલના કમલમમાં આંટાફેરા હતા અને કેટલાક નેતાઓ સાથે ખાસ ઘરોબો પણ હતો. 

નિર્લિપ્ત રાયના ધ્યાન આવ્યો હતો આખો મામલો
સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિકારીઓ દ્વારા તાજેતરમાં ભરત પટેલ ઉર્ફે બોબી પટેલની ધરપકડ કરાયા બાદ ૩૦ કરોડની રકમનો તોડ કરાયો હોવાની ચર્ચા છે. આ સમગ્ર મામલો સ્ટેટ મોનીટરીંગ સેલના સીનીયર અધિકારી નિર્લેપ્ત રાયના ધ્યાને આવ્યો ત્યારે તેમણે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં જી એચ દહિયાની સંડોવણી બહાર આવી છે. બોબીની પુછપરછમાં કેટલાંક નકલી પાસપોર્ટ બનાવનાર વીઝા એજન્ટોની માહિતી બહાર આવી હતી. તે તમામની ધરપકડ નહી કરવાના બહાને આટલી મોટી રકમ ઉધરાવી લેવાઈ છે. પોઈ જી એચ દહિયા રાજયના સેવા નિવૃત્ત થઈ પોલીસવડા આશિષ ભાટિયાની નજીકમાં મનાય છે. બોબી પટેલ પાસેથી ૬૯ જેટલા નકલી પાસપોર્ટ મળી આવ્યા છે. આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે એ તો આગામી સમય બતાવશે પણ હાલમાં ભાજપ અને ગુજરાતમાં આ તોડકાંડ ભારે ચર્ચા જગાવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news