ભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યાં આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદન

Loksabha Election 2024: આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર આપેલા એક વિવાદિત નિવેદનને વિવાદ થયો છે. આ નિવેદન પર જવાબ આપતા કોંગ્રેસ નેતાએ પણ વિવાદિત નિવેદન આપી દીધું. શું છે આ સમગ્ર વિવાદ?

ભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યાં આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદન

Gujarat Politics: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે એક બેઠક ગુમાવી દીધી છે. સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે. તો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર આપેલા એક વિવાદિત નિવેદનને વિવાદ થયો છે. આ નિવેદન પર જવાબ આપતા કોંગ્રેસ નેતાએ પણ વિવાદિત નિવેદન આપી દીધું. શું છે આ સમગ્ર વિવાદ?

  • લોકસભા ચૂંટણીમાં વિવાદિત નિવેદનોની હોડ
  • એક બાદ એક નેતાઓ ભૂલી રહ્યા છે ભાન
  • પહેલા ભાજપના, પછી કોંગ્રેસ નેતા ભૂલ્યા ભાન
  • ભાયાણી પછી દૂધાતે આપ્યું વિવાદિત નિવેદન
  • સુરતના કુંભાણીને પણ દૂધાતે આપી દીધી ધમકી!

ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતાપ્રતાપ દૂધાત હાલ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેમનો આક્રમક અંદાજ વિવાદીત નિવેદનોને પણ જન્મ આપી રહ્યો છે. થોડા સમય પહેલા વીસાવદરના પૂર્વ ધારાસભ્ય અને થોડા સમય પહેલા જ ભાજપમાં ભળેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર એક વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને નપુંસક કહેતા વિવાદ થયો હતો. આ મામલે કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના વિરોધ વચ્ચે પ્રતાપ દૂધાતે તો હદ જ વટાવી દીધી. નપુંસકવાળા વિવાદ પર દૂધાત, વાત છેક ભાયાણીના ઘર સુધી લઈ ગયા. શું બોલ્યા પ્રતાપ દૂધાત?

શું કહ્યું ભાજપે? 

  • મહિલાઓનું અપમાન કરવું કોંગ્રેસના DNAમાં છે
  • દૂધાતે મહિલાઓ અને દીકરીઓનું અપમાન કર્યું છે

ચૂંટણી હંમેશા વિકાસ અને કરેલા કામ પર લડાતી હોય છે. પરંતુ અત્યારના નેતાઓ પોતાના નેતાને સારુ દેખાડવા માટે બીજાને એટલા નીચે પાડી દે છે કે તેની કલ્પના પણ ન કરી શકાય. ભાયાણી અને દૂધાત બન્ને ધારાસભ્ય રહી ચુક્યા છે. બન્ને લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા નેતા છે. દૂધાતે ભાયાણીના ઘર સુધી જે વાત પહોંચાડી દીધી તે ખુબ જ નિંદનીય છે. ભાયાણીના પરિવારજનો પર જે નિવેદન આપ્યું તે એક કસાયેલા રાજનેતાને શોભતું નથી. આ મામલે જ્યારે અમે દૂધાતને સંપર્ક સાધ્યો તો તેઓ લાજવાની જગ્યાએ ગાજ્યા હતા. 

દૂધાતના આ નિવેદન પછી ભાજપ પણ આક્રમક થઈ ગયું છે. ભાજપે આ નિવેદનને મહિલાઓના અપમાન સાથે જોડી દીધું છે. દૂધાતના નિવેદન પર ભાજપના નેતા ઝુબીન અસરાએ ટ્વીટ કરતાં લખ્યું કે, મહિલાઓનું અપમાન કરવું કોંગ્રેસના DNAમાં છે, દૂધાતે મહિલાઓ અને દીકરીઓનું અપમાન કર્યું છે. દૂધાતના નિવેદન પછી ભાજપ ડાહી ડાહી વાતો કરે છે. પરંતુ ભાયાણીએ જ્યારે રાહુલ ગાંધીને નપુંસક કહ્યા ત્યારે ભાજપ ક્યાં ગયું હતું? શું પોતાના નેતાઓને ભાજપ વિકાસ અને કામના મુદ્દા પર મત માંગવાનું નથી કહી શક્તી? દૂધાતનું નિવેદન સો ટકા નિમ્નકક્ષાનું છે પરંતુ તમારા નેતાઓનું નિવેદન પણ કંઈ દૂધે ધોઈલું ન હતું. જો કે ભાયાણીએ પોતાના નિવેદન પર દિલગીરી પણ વ્યક્ત કરી હતી. 

  • ચૂંટણીમાં ભાન ભૂલ્યા નેતાજી!
  • ચૂંટણીમાં વિવાદીત નિવેદનોનો રોફડો
  • પહેલા ભાયાણી પછી દૂધાતનો વાણીવિલાસ
  • પલટવાર કરવામાં ભાન ભૂલ્યા પ્રતાપ દૂધાત
  • ભાયાણી પર આ શું બોલી ગયા પ્રતાપ દૂધાત?
  • દૂધાતના નિવેદન પર ભાજપનો વાર

જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જઈ રહી છે, તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. ગુજરાતમાં મતદાન પહેલા જ ભાજપે સુરત લોકસભા બેઠક જીતી લીધી છે. આ મામલે હવે કોંગ્રેસ જ કુંભાણીને જ શંકાની નજરે જોઈ રહી છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે એક રાજનેતાને ન શોભે તેવી ખુલ્લી ધમકીના સ્વરમાં કુંભાણીને પડકાર આપ્યો હતો. 

ચૂંટણી આવે ત્યારે પ્રજા પણ સમજી લેતી જ હોય છે કે વિવાદીત નિવેદનો પણ આવવાના. જેની કલ્પના ન કરી હોય તેવું થવાનું. પરંતુ રાજનેતાઓએ એટલું સમજવું પડશે કે તેઓ જે પણ બોલે છે તેનું મહત્વ હોય છે. તેથી સમજી, વિચારીને કંઈ પણ બોલવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news