AMRELI: કેસર કેરી સામાન્ય નાગરિકને આ વર્ષે લાગી શકે છે કડવી, મોર ખરી પડ્યા

જિલ્લામાં કેસર કેરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે. અમરેલી જિલ્લાની કેસર કેરી ગુજરાતભરમાં વખણાય છે. હાલ કેરીને અનુરૂપ વાતાવરણ નહી હોવાને કારણે કેરીના બગીચાઓમાંથી અમુક કેરીઓ ખરવા લાગી છે. કેરીઓ ખરતા કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુકાયા છે મુંઝવણમાં. ત્યારે આ વર્ષે કેરીનો પાક ગત વર્ષ કરતા ઓછો થાય તેવું કેરીના બગીચાના માલિકો કહી રહ્યા છે.

AMRELI: કેસર કેરી સામાન્ય નાગરિકને આ વર્ષે લાગી શકે છે કડવી, મોર ખરી પડ્યા

કેતન બગડા/અમરેલી : જિલ્લામાં કેસર કેરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે. અમરેલી જિલ્લાની કેસર કેરી ગુજરાતભરમાં વખણાય છે. હાલ કેરીને અનુરૂપ વાતાવરણ નહી હોવાને કારણે કેરીના બગીચાઓમાંથી અમુક કેરીઓ ખરવા લાગી છે. કેરીઓ ખરતા કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુકાયા છે મુંઝવણમાં. ત્યારે આ વર્ષે કેરીનો પાક ગત વર્ષ કરતા ઓછો થાય તેવું કેરીના બગીચાના માલિકો કહી રહ્યા છે.

અમરેલીની કેસર કેરી સમગ્ર ગુજરાતનો પ્રખ્યાત છે. જિલ્લામાં ધારી તાલુકો કેસર કેરીનો હબ વિસ્તાર છે. ધારી તાલુકામાં દિતલા, મોરજર, જર, ચલાલા, સાવરકુંડલા, શેલણા વગેરે વિસ્તારમાં કેસર કેરીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન ખેડૂતો કરતા હોય છે. પરંતુ આ વર્ષે તમામ કેસર કેરીના બગીચામાં કેરીઓ અમુક કેરીઓ ખરવા લાગી છે. કેરીઓ ખરી જતા કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો શરૂઆતમાં ખુબજ પુષ્કળ પ્રમાણમાં આંબા ઉપર ફલાવરિંગ સારું આવ્યું હતું. કેરી પક્વતા ખેડૂતોને આશા હતી કે, આ વર્ષે કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થશે પરંતુ હવામાન અનુકૂળ નહી આવતા કેરીનો ફાલ ઓછો થઈ ગયો છે.

ગત વર્ષે કેસર કેરીનું ઉત્પાદન અમરેલી જિલ્લામાં ખૂબ જ થયું હતું. આ વર્ષે પણ ખેડૂતોને આશા હતી કે, આ વર્ષે કેસર કેરીનો પાક સારો આવશે પરંતુ ક્યાંકને ક્યાંક કેરીને અનુકૂળ ના હોય તેવું વાતાવરણ હોવાથી આ વર્ષે કેરીનો ઓછો પાક આવશે. તો આંબા ઉપરથી અમુક કેરીઓ ખરવા લાગી છે. ત્યારે કેરીના બગીચાનો ઈજારો રાખનાર પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. ત્યારે આ વર્ષે કેરીમાં નુકશાની જાય તેવું ઇજારદારોને લાગી રહ્યું છે.

શરૂઆતમાં કેસર કેરીના આંબા ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં સારું ફલાવરિંગ થયું હતું. તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી. આ વર્ષે કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં થશે તેવું ખેડૂતોને લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ હવામાન બદલાઈ જતાં અને કેરીના પાકને હવામાન અનુકુળ ન આવતા આ વર્ષે કેરીનો પાક 50 ટકા ઓછો થઈ જશે તેવુ ખેડૂતો અને કેરીના પાકનો ઈજારો રાખનાર કહી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news