અમદાવાદમાં ડિપોઝિટની બબાલમાં ખેલાયો ખૂની ખેલ; 8 સંતાનના માતા પિતાએ મહિલાને કાપી નાંખી!

ભાડાનાં ડિપોઝિટની તકરારમાં એક દંપતીએ એક મહિલાની હત્યા કરી નાખી છે. હત્યા મામલે વટવા પોલીસે દંપતીની ધરપકડ કરી છે. 8 સંતાનના માતા પિતા એવા આ દંપતીએ કેમ કરી હત્યા અને કોણ છે આ દંપતી? આ ઘટનાના આરોપીનું નામ નિર્ભયસિંહ અને તેની પત્ની દેવીબેન છે.

અમદાવાદમાં ડિપોઝિટની બબાલમાં ખેલાયો ખૂની ખેલ; 8 સંતાનના માતા પિતાએ મહિલાને કાપી નાંખી!

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ભાડુઆત અને માલિક વચ્ચે ઝગડો હત્યામાં પરિણમ્યો છે. ભાડાનાં ડિપોઝિટની તકરારમાં એક દંપતીએ એક મહિલાની હત્યા કરી નાખી છે. હત્યા મામલે વટવા પોલીસે દંપતીની ધરપકડ કરી છે. 8 સંતાનના માતા પિતા એવા આ દંપતીએ કેમ કરી હત્યા અને કોણ છે આ દંપતી? આ ઘટનાના આરોપીનું નામ નિર્ભયસિંહ અને તેની પત્ની દેવીબેન છે. જેમણે એક મહિલાને તલવારનો ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. 

ઘટનાની વાત કરીએ તો આરોપી દંપતીનો વટવામાં નીલકંઠ એસ્ટેટમાં એક શેડ આવેલો છે. આ શેડ મૃતક વિદ્યાબેનના પતિ નિમેષ રાઠોડને ભાડે આપ્યો હતો. શેડના ભાડા પેટે ડિપોઝિટના રૂપિયા 30 હજાર આપ્યા હતા. જોકે ભાડુઆત દ્વારા ભાડે લીધેલો શેડ પરત કરી દીધો હતો. જેની ડિપોઝિટને લઈને શેડ માલિક દંપતી અને ભાડુઆત દંપતી વચ્ચે તકરાર ચાલતી હતી. આ તકરાર એટલી ઉગ્ર થઈ કે નિર્ભય સિંહ અને તેમની પત્ની દેવી બેને તલવારથી વિદ્યાબેન પર હુમલો કરી દીધો. ગંભીર ઇજા પહોંચતા વિદ્યાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી દંપતીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દંપતી નિર્ભયસિંહ અને દેવીબેન નીલકંઠ એસ્ટેટમાં શેડ આવેલો હતો. જેમાં નિમેષ રાઠોડ એ 236 નંબરનો શેડ નિર્ભય સિંહ પાસેથી સપ્ટેમ્બર 2023 માં ભાડે રાખ્યો હતો. જેમાં રૂપિયા 8 હજાર ભાડા પેટે નક્કી કર્યું હતું અને ડિપોઝિટ પેટે રૂપિયા 30 હજાર નિર્ભયસિંહને આપેલા હતા. નિમેષભાઈએ પોતાની પત્ની જીવી એન્ટરપ્રાઈઝના નામથી શેડમાં પાઇપનો વેપાર શરૂ કર્યો હતો, પણ આ ધંધો બરાબર ચાલતો નહિ હોવાથી 31 માર્ચ 2024નાં રોજ શેડ ખાલી કરી દીધો હતો. 

મૃતક દ્વારા શેડનાં ડિપોઝિટ આપેલ 30 હજાર પરત માંગતા તેમના વચ્ચે તકરાર શરૂ થઈ હતી અને આ તકરાર ઉગ્ર થતા નિર્ભયસિંહે તલવારથી વિદ્યાબેન પર હુમલો કર્યો હતો. જેને બચાવવા જતા પતિ નિમેષ ભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં વિદ્યાબેન સારવાર દરમિયાન મોત નીપજતા વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી દંપતી ધરપકડ કરી છે. 

વટવા પોલીસ પકડાયેલા આરોપી દંપતીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. હત્યામાં વપરાયેલ તલવાર ક્યાંથી લાવ્યા હતા અને તલવાર પોલીસે કબજે કરી છે. આ આરોપી દંપતીને 7 દીકરી અને એક દીકરો છે. સામાન્ય પરિવાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ આરોપીએ ઝઘડાની ઉશ્કેરાટમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં બંને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news