Surat Accident: મને ભગવાન યાદ આવી ગયા હતા, જો મારો હાથ છૂટ્યો હોત તો આજે હું આ દુનિયામાં ન હોત

મોડી રાત્રે 1 વાગે પાલ વિસ્તારમાં આવેલા લાલ વિક્ટોરિયા ની સામે બે કાર વચ્ચે ટક્કર થયા બાદ ઝઘડો થયો હતો.મોડી રાત્રીએ કાર ચાલક મૃગેશભાઈ બ્રહ્મભટ્ટ અને અન્ય કાર ચાલક દેવ આહીર નામના યુવક વચ્ચે અકસ્માત થયા બાદ તકરાર ચાલી રહી હતી.

 Surat Accident: મને ભગવાન યાદ આવી ગયા હતા, જો મારો હાથ છૂટ્યો હોત તો આજે હું આ દુનિયામાં ન હોત

ચેતન પટેલ/સુરત: સુરતમાં પાલ વિસ્તારમાં અમદાવાદ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ હતી. મોડી રાત્રે પાલ વિસ્તારમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો બાદ તકરાર થતા કાર ચાલકે એક યુવકને પુરપાટ ઝડપે કાર ત્યાંથી ભગાવી તેના બોનેટ પર બેસાડી દીધો હતો. અને ત્યાંથી કાર હંકારી દીધી હતી. લોકો રસ્તા પરથી બૂમો પાડતા રહ્યા, કાર પર લટકી રહેલ યુવક નીચે ઉતારવા બૂમો પાડતો રહ્યો ને અકસ્માત કરી ભાગતો નબીરો કોઈનું ન સાંભળી ભગવતો જ રહ્યો. કાર પર લટકેલી યુવક અને ત્યારે ભગવાન યાદ આવી ગયા હતા. યુવકે તો હવે નહીં બચશે ત્યાં સુધી વિચારી લીધું હતું. જોકે અચાનક કાર ઉભી રહેતા તાત્કાલિક યુવક નીચે ઉતરી ગયો હતો. બાદ કારચાલક ફરી ત્યાંથી ફૂલ સ્પીડમાં ભાગી ગયો હતો. કારચાલક દારૂના નશામાં હતો. ત્યારે પોલીસે કારચાલક સામે સામાન્ય ગુનો નોંધી ધરપકડ કરી છે.

સુરતના પાલ વિસ્તારમાંથી મોડી રાત્રે અમદાવાદ જેવી ઘટના સામે આવી છે. મોડી રાત્રે 1 વાગે પાલ વિસ્તારમાં આવેલા લાલ વિક્ટોરિયા ની સામે બે કાર વચ્ચે ટક્કર થયા બાદ ઝઘડો થયો હતો.મોડી રાત્રીએ કાર ચાલક મૃગેશભાઈ બ્રહ્મભટ્ટ અને અન્ય કાર ચાલક દેવ આહીર નામના યુવક વચ્ચે અકસ્માત થયા બાદ તકરાર ચાલી રહી હતી. આ દરમિયાન દેવ આહીરને અકસ્માત કર્યા બાદ બહાર નીકળવાનું કહેતા તે કારમાંથી બહાર નીકળ્યો ન હતો. અને ત્યાંથી કાર પુરપાટ ઝડપે હંકારી કાઢી હતી.

કાર પર યુવકને બોનેટ પર લટકાવી લઈ ગયો
મૃગેશ બ્રહ્મભટ્ટ અને તેના મિત્રો દ્વારા કારને ઉભી રાખવા કહેવા જતા અન્ય કારચાલક દેવ આહીર કારને ત્યાંથી હંકારી લીધી હતી. આ દરમિયાન કારની સામે ઉભેલ મૃગેશ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિને કારના બોનેટ ઉપર લઈ ભાગવા માંડ્યો હતો. કારચાલક દેવ આહીરે ત્યાંથી કારના બોનેટ ઉપર મુકેશને અઢીથી ત્રણ કિલોમીટર સુધી લટકતો લઈ ગયો હતો. સુરતના પાલ વિક્ટોરિયા વિસ્તારમાંથી બોનેટ ઉપર બેસાડી અઢી ત્રણ કિલોમીટર જેટલું ફેરવીને ગેલેક્સી સર્કલથી નિશાંત સર્કલ પાસે છોડ્યો હતો. આ દરમિયાન તેની પાછળ અનેક લોકોએ પીછો કર્યો હતો. પરંતુ કાર ચાલક યુવક દેવ આહીર ક્યાંય ઉભો રહેવાનું નામ લેતો ન હતો અને ઓવર સ્પીડમાં ગાડી ભગાવી જતો હતો.

ભોગ બનનાર મૃગેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ઉભેલી ગાડીને દેવ આહીર નામના કાર્ડ ચાલકે ઠોકી નાખી હતી જેથી. અમે તેને રોકીને તેની આગળ ઊભા રહ્યા હતા. ત્યારે કાલ ચાલકે અમને કચળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. અને કાર હંકાવી નાખી એટલે સીધો હું બોનેટ ઉપર ચડી ગયો. 70 થી 80 કિલોમીટરની સ્પીડમાં તેણે મને અઢીથી ત્રણ કિલોમીટર ગોળ ગોળ ફેરવ્યો હતો. આ દરમિયાન ચાલુ રસ્તામાં જે જે વ્યક્તિને ખબર પડતી તે તમામ તેને રોકવા માટે પ્રયાસ કરતા હતા. દરેક જણ એને રસ્તામાં ગાડી ઉભી રાખવા માટે સમજાવતા હતા પરંતુ તે ઊભી રાખતો જ ન હતો.

ગાડી ઉભી રાખ નહિતર આ વ્યક્તિ મળી જશે
મૃગેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે આસપાસથી લોકો તેને બૂમ પાડીને કહેતા હતા કે ગાડી ઉભી રાખ નહિતર આ વ્યક્તિ મરી જશે. મેં ખુદ ચાલુ ગાડીમાં તેને સમજાવતો હતો કે ભાઈ હું ફેમિલી વાળો માણસ છું હું મરી જઈશ. ગાડી ઉભી રાખી તારે જ્યાં જવું હોય ત્યાં જા મને નીચે ઉતારી દે. પણ મારી કે અન્યની કોઈની જ વાત તે માની નહીં. ત્યારબાદ છેક અઢી કિલોમીટર બાદ નિશાલ સર્કલ પાસે તેને ગાડી ઉભી રાખી. ત્યારબાદ ત્યાં તેને કીધું તું બહાર નીકળી જા તને કોઈ મારશે નહીં છતાં તે બહાર ના નીકળ્યો અને ગાડી ઝડપે ત્યાંથી ભગાવી ભાગી ગયો હતો.

ગાડીના બોનેટ ઉપર લટકાવી ગમે તેમ સ્પીડમાં ગાડી ચલાવતો હતો અને ગાડી ઉભો પણ રાખતો ન હતો જેથી મને એવું લાગવા લાગ્યું હતું કે આ મારા જીવનનો છેલ્લો દિવસ છે હવે. અને હવે મારા ફેમિલીનું શું થશે. મને તો આ સમય દરમિયાન ભગવાન યાદ આવી ગયા હતા. મને બોનેટ પરથી નીચે પાડી દેવા માટે આડી અવળી ગમે તેમ ગાડી ચલાવતો હતો. અને મારા હાથ છોડવાનો પ્રયાસ કરતો હતો. સદનસીબે મારા હાથ ડોનેટ સાથે પકડેલા છૂટ્યા નહીં જો છૂટી ગયા હોત તો હું આજે આ દુનિયામાં જીવતો ન રહ્યો હોત. 

દારૂના નશામાં ગાડી ચલાવતો હતો
ગાડીમાંથી ઉતાર્યા બાદ તપાસ કરતાં ખબર પડી કે અકસ્માત કરી કાર હંકારે ભાગનાર દેવ આહીર દારૂના નશામાં ગાડી ચલાવતો હતો. તેની કારમાંથી દારૂની બોટલ ગાંજો અને અને એક ગન પણ જોવા મળી છે.

પોલીસે સામાન્ય ગુનો નોંધી ધરપકડ કરી
બનાવની જાણ ભોગ બનનાર દ્વારા મોડી રાત્રે પાલ પોલીસ મથકમાં કરવામાં આવી હતી ત્યારે પોલીસે તેમને આ અંગે સવારે ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. સવારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચતા જાણવા મળ્યું હતું કે તેની સામે માત્ર દારૂના નશાનો કેસ નોંધ્યો છે. જોકે અકસ્માતને લઈ ગંભીર રીતની કલમ ઉમેરીને ફરિયાદ નોંધ ન હતી. પાલ પોલીસે આરોપીની દેવ આહીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આવા વ્યક્તિઓને ઓછામાં ઓછી બે વર્ષની સજા થવી જોઈએ
મૃગેશ બ્રહ્મભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. દારૂના નશામાં ગાડી ચલાવતા યુવકો સામે પોલીસે કડક કલમોનો ઉપયોગ કરીને તેની ધરપકડ કરવી જોઈએ. આવા વ્યક્તિઓને ઓછામાં ઓછી બે વર્ષની સજા થાય તેવો ગુનો નોંધવો જોઈએ. આવી રીતે પીધેલી હાલતમાં કોઈનો જીવ જોખમમાં ન મુકવો જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે સવારે ફરિયાદ આપવા આવશે ત્યારે તેની ધરપકડ કરીને પોલીસ કાર્યવાહી કરશે પરંતુ પોલીસ સ્ટેશન આવતા જાણવા મળ્યું કે તેને તો જામીન પર છુટકારો મળી જાય રહ્યો છે અને તેના સામે કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news