મહેંદી મૂકી-મીંઢોળ બાંધ્યા પછી યુવતી પહોંચી વર્ગખંડમાં! સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા

મોરબીના શનાળા રોડે આવેલ પી.જી. પટેલ કોલેજમાં હાલમાં એમકોમ સેમ-૪ ની પરીક્ષા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે આ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડાના લગ્ન આજે તા 26/4 ના રોજ નિર્ધારિત કરવામાં આવેલ છે.

મહેંદી મૂકી-મીંઢોળ બાંધ્યા પછી યુવતી પહોંચી વર્ગખંડમાં! સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા

હિંમાશું ભટ્ટ/મોરબી: સામાન્ય રીતે કોડ ભરેલ કન્યા હાથમાં મહેંદી મૂકીને મીંઢોળ બાંધ્યા પછી સીધી લગ્ન મંડપમાં જ જોવા મળે છે જો કે, આવા સોળ શણગાર કરેલ કન્યા તમને પરિક્ષાના ખંડમાં જોવા મળે તો, હા આજે મોરબીની ખાનગી કોલેજમાં એમકોમ સેમ-4ની પરીક્ષા આપવા માટે એક કન્યા આવી હતી અને પેપર પૂરું કરીને સીધી જ તે લગ્ન મંડપમાં પહોચી હતી. 

મોરબીના શનાળા રોડે આવેલ પી.જી. પટેલ કોલેજમાં હાલમાં એમકોમ સેમ-૪ ની પરીક્ષા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે આ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડાના લગ્ન આજે તા 26/4 ના રોજ નિર્ધારિત કરવામાં આવેલ છે. જો કે, લગ્ન પછી પહેલા શિક્ષણને મહત્વ આપીને આ કોડ ભરેલ કન્યા આજે ઘરે લગ્ન માટેની પરિવારજનો તૈયારી કરી રહ્યા હતા ત્યારે લગ્નનું મુહુર્ત પછી સાચવીસ પહેલા પરીક્ષાનો સમય સાચવવો પડશે. આ ઉક્તિને સાર્થક કરતાં ખુશાલી ચાવડાએ આજે સવારે 10:30 થી 13:30 વાગ્યા સુધી એમકોમ સેમ-4 ની પરીક્ષા આપવા માટે પહોચી હતી.

લગ્નનું પાનેતર પહેરીને ખુશાલી પરીક્ષા આપવા માટે આવતા તેની જ સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તેને પ્રોત્સાહિત કરી હતી. વધુમાં ખુશાલીએ જણાવ્યુ હતું કે, જો મારા પરિવારજનોની જેમ દરેક પરિવાર તેની દીકરીને અભ્યાસ માટે પૂરો સહકાર આપે તો દરેક દીકરી શિક્ષિત બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news