સોની વેપારીને ચા ભારે પડી! બે શખ્સોએ તેમના જ ઘરમાં બંધક બનાવી કર્યો મોટો 'કાંડ'!

જૂનાગઢ જિલ્લાના મેંદરડાના રાજેસર ગામના વતની અને સોના ચાંદીનો વ્યવસાય કરતા જીતેન્દ્ર વ્રજલાલ લોઢીયા સાંજના પોતાના ઘરે ટીવી જોતા હતા. તે દરમ્યાન તેમના પરિચિત અને સોની કામનો વ્યવસાય કરતા દિપક અશોક જોગીયા આવેલ અને પરિચિત હોવાના નાતે બન્ને સાથે ચા પી વાતો કરતા હતા.

સોની વેપારીને ચા ભારે પડી! બે શખ્સોએ તેમના જ ઘરમાં બંધક બનાવી કર્યો મોટો 'કાંડ'!

ઝી બ્યુરો/જૂનાગઢ: છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડાના રાજેસર ગામના સોની વેપારીને તેમના ઘરે બંધક બનાવી છરીની અણીએ રૂ. 81લાખ 70 હજારની લૂંટ કરી આરોપીઓ ફરાર થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડાના રાજેસર ગામના વતની અને સોના ચાંદીનો વ્યવસાય કરતા જીતેન્દ્ર વ્રજલાલ લોઢીયા સાંજના પોતાના ઘરે ટીવી જોતા હતા. તે દરમ્યાન તેમના પરિચિત અને સોની કામનો વ્યવસાય કરતા દિપક અશોક જોગીયા આવેલ અને પરિચિત હોવાના નાતે બન્ને સાથે ચા પી વાતો કરતા હતા. તે દરમ્યાન જીતેન્દ્ર ભાઈ પાણી પીવા રસોડામાં ગયેલ ત્યારે દિપક જોગીયા અને બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી છરીની અણીએ 8 નંગ સોનાના બિસ્કિટ તેમજ 21 કિલો ચાંદી અને 9 લાખ રૂપિયા રોકડા મળી કુલ 81 લાખ 70 હજારની લૂંટ ચલાવી જીતેન્દ્રભાઈને ટુવાલ વડે બંધક બનાવી નાસી છૂટ્યા હતા.

આ બનાવની મેંદરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા અને બનાવની ગંભીરતાને ધ્યાને જિલ્લા પોલીસ વડા દ્વારા રાજ્યકક્ષાએ નાકાબંધી કરી તેમજ જિલ્લાની એલસીબી અને એસઓજી દ્વારા ટિમો બનાવી લૂંટ ચલાવનાર આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news