મિત્રતાના સંબંધ પર લાંછન; માત્ર આ વહેમના ચક્કરમાં સુરતમાં મિત્રે મિત્રની કરી હત્યા

સુરતમાં સામાન્ય જેવી બાબતોમાં છાશવારે મારા મારી હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ બની રહી છે. વધુ એક આવી ઘટના સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદ વિસ્તારમાંથી સામે આવી છે.ઉધના-સચિન રોડ સ્થિત ઉન વિસ્તારના તિરૂપતી નગરમાં 23 વર્ષીય પવન ઉર્ફે ગુડુ ચૌધરી રહે છે. 

મિત્રતાના સંબંધ પર લાંછન; માત્ર આ વહેમના ચક્કરમાં સુરતમાં મિત્રે મિત્રની કરી હત્યા

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય બાબતના ઝઘડામાં યુવકની હત્યા થઈ છે. સોસાયટીમાં રહેતા મિત્રએ જ મિત્રને ચપ્પુના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. મૃતક યુવક અને તેના મિત્રોની હત્યા કરનાર કોલેજીયન યુવક ખોટી વાતો ફેલાવી રહ્યો છે. તેવો વહેમ રાખી ઝઘડો કર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સામાન્ય જેવી બાબતોમાં છાશવારે મારા મારી હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ બની રહી છે. વધુ એક આવી ઘટના સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદ વિસ્તારમાંથી સામે આવી છે.ઉધના-સચિન રોડ સ્થિત ઉન વિસ્તારના તિરૂપતી નગરમાં 23 વર્ષીય પવન ઉર્ફે ગુડુ ચૌધરી રહે છે. તે ભેસ્તાન વિસ્તારમાં જ લૂમ્સના કારખાનામાં નોકરી કરતો હતો. ગુડુ ચૌધરીની ગત મોડી રાત્રે સોસાયટીના ગેટ પાસે જ સોસાયટીમાં રહેતા જ અનુરાગ ગૌડ નામના યુવકે ચપ્પુના ઘા ઝીંકી હત્યા નીપજાવી છે. 

મૃતક યુવક પવન ઉર્ફે ગુડ્ડુ ચૌધરી અને તેના ત્રણ મિત્રો સાથે મોડી સાંજે સોસાયટીના ગેટ પાસે બેઠો હતા. આ દરમિયાન પવન અને તેના મિત્રોએ અનુરાગ ગૌડને ફોન પર ધમકીઓ આપી મળવા બોલાવ્યો હતો. આ દરમિયાન તેમના વચ્ચે ઝઘડો થયો હતો. અનુરાગ પોતાની સાથે ચપ્પુ લઈને આવ્યો હતો અને ઝઘડા દરમિયાન અનુરાગે પોતાની પાસે રહેલા ચપ્પુ જેવા હથિયાર વડે ગુડુ ચૌધરીને ઘા ઝીંકી ગંભીર ઇજાગ્રસ્ત કરી હતી. અને ફરાર થઈ ગયો હતો. ગુડ્ડુ ચૌધરીને લોહી-લુહાણ હાલતમાં સાથી મિત્રો તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગુડ્ડુ ચૌધરીનું મોતની નીપજ્યું હતું.

બનાવ અંગે ભેસ્તાન પોલીસને જાણ થતા પોલીસ ઘટના પહોંચી હતી. પોલીસે ગુડ્ડુ ચૌધરીના મુદ્દેને પીએમ અર્થે મોકલી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ તપાસમાં હત્યાના ગુનામાં અનુરાગ ગૌડ નામ સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક આરોપી મિત્ર અનુરાગ ગૌડની ધરપકડ હતી.

પોલિસ આરોપીની સદન પૂછપરછમાં બહાર આવ્યું છે કે સાથી મિત્રો વચ્ચે સામાન્ય બાબત વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો. જેમાં પવન ઉર્ફે ગુડ્ડુ ચૌધરી અને તેના ત્રણ મિત્રો બિલ્ડીંગના ગેટ પાસે બેઠા હતા. જ્યાં તેના મિત્રોએ કહ્યું અનુરાગ અને તેના મિત્ર હર્ષ આપણા બધાની ખોટી વાતો સોસાયટીઓમાં અને બધાને ફેલાવી રહ્યો છે. જેને લઇ ગુડુ ચૌધરીએ પહેલા હર્ષ નામના યુવકને ફોન કરીને બોલાવ્યો હતો અને તેને ઠપકો આપી તેને માર મારી છોડી મૂક્યો હતો. ત્યારબાદ અનુરાગ ગૌડને ફોન કરીને ધમકીઓ આપી હતી અને સોસાયટીના ગેટ પર મળવા બોલાવ્યો હતો.

તમામ એક જ સોસાયટીમાં રહેતા અને સાથી મિત્રો હતા. જ્યારે ત્રણેય મિત્રો મળી અનુરાગને મળવા માટે બોલાવ્યો હતો આ દરમિયાન અનુરાગ પોતાની સાથે ચાકુ લઈને ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન ગુડડુ ચૌધરી અને તેના મિત્રોએ અનુરાગને આપ શબ્દ બોલી ઠપકો આપી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં આવેશમાં આવી અનુરાગે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ગુડ્ડુ ચૌધરીને પેટના ભાગે બે થી ત્રણ ઘા જીકી દીધા હતા. જેને લઈ તેનું મોત નીપજ્યું હતું. અનુરાગ ગોડ પાંડેસરામાં વિસ્તારમાં કોલેજના બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ તો પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news