અલકાયદાના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો બાંગ્લાદેશી સુરતમાંથી ઝડપાયો, આ વસ્તુઓ મળતા ખળભળાટ!

પોલીસે તેની પાસેથી ભારતીય આધાર કાર્ડ તેમજ ગર્વમેન્ટ ઓફ ધી પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની નકલ, અંગ્રેજી તથા બાંગ્લાદેશની ભાષાનું જન્મ પ્રમાણપત્રની નકલ તેમજ બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

અલકાયદાના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો બાંગ્લાદેશી સુરતમાંથી ઝડપાયો, આ વસ્તુઓ મળતા ખળભળાટ!

ઝી બ્યુરો/સુરત: ક્રાઈમ બ્રાંચ દ્વારા બાંગ્લાદેશી ઇસમની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટું નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે તે ભારતમાં રહેતો હતો. આ ઉપરાંત ઝડપાયેલો બાંગ્લાદેશી ઇસમ અલ કાયદાની NIAની તપાસમાં વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વેસુ કેનાલ રોડ પાસેથી બાંગ્લાદેશના વતની અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ભારતીય આધાર કાર્ડ તેમજ ગર્વમેન્ટ ઓફ ધી પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની નકલ, અંગ્રેજી તથા બાંગ્લાદેશની ભાષાનું જન્મ પ્રમાણપત્રની નકલ તેમજ બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઝડપાયેલા બાંગ્લાદેશી યુવકે અમદાવાદ ખાતે રહેતા ગૌતમ નામના ઇસમ પાસેથી ગેરકાયદેસર રીતે આધારકાર્ડ બનાવ્યું હતું. તેમજ આધાર કાર્ડથી મોબાઈલ ફોન નબર મેળવી તેનો વપરાશ કરતો આવ્યો છે. 

વધુમાં તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે વર્ષ 2015થી અમદાવાદ ખાતે પોતાનું નામ બદલીને રહેતો આવ્યો છે. આ દરમિયાન તેણે ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ બનાવી લીધું હતું. તેમજ અલ કાયદાની એનઆઈએની તપાસમાં બાંગ્લાદેશના વતની વોન્ટેડ આરોપી હુમાયુખાન સાથે સંકળાયેલો હોવાની વિગત સામે આવી છે. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news