ચૂંટણીના માહોલમાં અમદાવાદમાંથી ઝડપાયા હથિયારો! કાનપુરથી ડિલિવરી કરવા આવ્યો હતો આરોપી

મદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં પોલીસને મળેલી બાતમીના આધારે એક શખ્સ ઉત્તર પ્રદેશના કાનપુરથી હથિયાર લઈને અમદાવાદ ડિલિવરી કરવા આવ્યો હતો. 

ચૂંટણીના માહોલમાં અમદાવાદમાંથી ઝડપાયા હથિયારો! કાનપુરથી ડિલિવરી કરવા આવ્યો હતો આરોપી

ઉદય રંજન/અમદાવાદ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ચૂંટણીના માહોલમાં નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 દેશી કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં પોલીસને મળેલી બાતમીના આધારે એક શખ્સ ઉત્તર પ્રદેશના કાનપુરથી હથિયાર લઈને અમદાવાદ ડિલિવરી કરવા આવ્યો હતો. 

જોકે આ ડિલિવરી પહેલા જ નરોડા પોલીસે ગુરફાન નામના શખ્સની ધરપકડ કરી લીધી. આરોપી પાસેથી બે દેશી કટ્ટા અને 10 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હથિયારોને ડિલિવરી અમદાવાદના દાણીલીમડામાં રહેતા ઇમરાનને કરવાની હતી. આરોપી પહેલીવાર કાનપુરથી હથિયાર ડિલિવરી કરવા માટે આવ્યો તેની કબૂલાત કરી છે. 

જૉકે શા માટે આ હથિયાર મંગાવવામાં આવ્યા હતા? તે અંગેની હકીકત નામનો આરોપી પકડાયા બાદ બહાર આવશે. કાનપુરથી હથિયાર લાવતા સમયે અમદાવાદ શહેરમાં ત્રણ જેટલી બસ બદલી હતી અને અમદાવાદ પહોંચ્યા હતો. હથિયાર માટે ઇમરાને રૂપિયા 40,000 પણ ચૂકવ્યા હતા. જોકે ઇમરાન નામનો શખ્સ ફરાર થઈ ગયો છે. જેને લઇને પોલીસે શોધવા માટે તજવીજ હાથ ધરી છે. 

મહત્વની વાત એ છે કે ઇમરાન નામના સમક્ષની વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા ગુનાનો થઈ ચૂક્યા છે. જેમાં ત્રણ દાણીલીમડા પોલીસ સ્ટેશન, એક ક્રાઈમ બ્રાન્ચ અને એક વડોદરામાં તેની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news