આ દિવસે રિલીઝ થશે Asur 2, ધમાકેદાર ટીઝર સાથે બીજી સીઝનની રિલીઝ ડેટ જાહેર

Asur 2 : જે ચાહકો 'અસુર-2' ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં 'અસુર-2' ની ઝલક આપતું એક ટીઝર મેકર્સે રિલીઝ કર્યું છે. સાથે જ કયા OTT પ્લેટફોર્મ પર અસુર 2 રિલીઝ થવાની છે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. 

આ દિવસે રિલીઝ થશે Asur 2, ધમાકેદાર ટીઝર સાથે બીજી સીઝનની રિલીઝ ડેટ જાહેર

Asur 2 : અરશદ વારસી અને બરુણ સોબતી અભિનીત 'અસુર' વેબ સીરીઝ લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આ એક સાઈકો થ્રિલર વેબ સીરીઝ છે. પહેલી સીઝન પછી નિર્માતાઓએ તેની બીજી સીઝનની જાહેરાત કરી હતી અને ત્યારથી ચાહકો પણ આ વેબ સીરીઝની રાહત જોઈ રહ્યા હતા. ત્યારે હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. 

આ પણ વાંચો:

જે ચાહકો 'અસુર-2' ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં 'અસુર-2' ની ઝલક આપતું એક ટીઝર મેકર્સે રિલીઝ કર્યું છે. સાથે જ કયા OTT પ્લેટફોર્મ પર અસુર 2 રિલીઝ થવાની છે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. 

અસુર 2ના 1 ના મિનિટના ટીઝરથી પણ તમારા રુંવાળા ઊભા થઈ જશે. પોતાની ફિલ્મોમાં લોકોને હસાવનાર અરશદ વારસી 'અસુર-2'ના આ શોર્ટ ટીઝરમાં દમદાર ડાયલોગ બોલે છે. વિજ્ઞાન, ધર્મ અને અપરાધની વાર્તા દર્શાવતી 'અસુર-2'ના ટીઝરમાં પોતાને અસુર ગણાવતા અરશદ વારસી ગુના કરતા જોવા મળે છે.  

અસુર-2ના આ દમદાર ટીઝરની સાથે મેકર્સે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ વેબ સીરીઝ 1 જૂન 2023ના રોજ જિયો સિનેમા અને કલર્સના OTT પ્લેટફોર્મ Voot પર પ્રસારિત થશે. અરશદ વારસી અને બરુણ સોબતી ઉપરાંત આ સીરીઝમાં અનુપ્રિયા ગોયન્કા પણ મુખ્ય ભૂમિકામાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news