જેઠાલાલ! ફિલ્મોમાં નાના-મોટા રોલ કરનાર DILIP JOSHI આજે નાના પડદાનો સૌથી મોંઘો કલાકાર

Taarak Mehta Ka Ooltah Chashmah: મીડિયા રિપોર્ટસ પ્રમાણે દિલીપ જોશીએ તેના ઈન્ટરવ્યૂઝમાં કારકિર્દીમાં કરેલા સંઘર્ષની વાત કરી છે.દિલીપ જોશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે મને કોઈ રોલ આપવા તૈયાર નહોતું.

જેઠાલાલ! ફિલ્મોમાં નાના-મોટા રોલ કરનાર DILIP JOSHI આજે નાના પડદાનો સૌથી મોંઘો કલાકાર

TMKOC Dilip Joshi Net Worth: દિલીપ જોશી નામને આજે કોઈ અન્ય ઓળખાણ નથી, જેઠાલાલનું પાત્ર આજે ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગયું છે.  'તારક મહેતા કા ઉલ્ટા ચશમા' સિરીયલમાં અફલાતૂન પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર જેઠાલાલ એટલે દિલીપ જોશીને આજે કોઈ ઓળખાણની નથી જરૂર. દિલીપ જોશી એટલે કે જેઠાલાલને ખરી સફળતા ઉમરનો યુવાનીનો પડાવ પાર કર્યા બાદ મળી. ફિલ્મોમાં નાના પાત્ર ભજવનાર દિલીપ જોશીની જેઠાલાલ સુધીની સફર છે રસપ્રદ..

ગુજરાતનું ગૌરવ છે દિલીપ જોશી
ગુજરાતની કલાકસબીઓની ભૂમિ સૌરાષ્ટ્રના અણમોલ રત્નસમાન જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ પોરબંદરમાં થયો. મુંબઈની N.M કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં B.COMની ડિગ્રી મેળવી. દિલીપ જોશીને અભ્યાસ દરમિયાન INT ( ઈન્ડિયન નેશનલ થિયેટર)માંથી બેસ્ટ એકટર અવોર્ડ મળ્યો હતો. દિલીપ જોશીએ 12 વર્ષની ઉમરથી એક્ટિંગની શરૂઆત કરી દીધી હતી. દિલીપ જોશીએ પૃથ્વી થિયેટરમાં અનેક શોઝ કર્યા દિલીપ જોશીએ શરૂઆતમાં કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું. 

દિલીપ જોશીએ 50 રૂપિયામાં કર્યુ હતું કામ
મીડિયા રિપોર્ટસ પ્રમાણે દિલીપ જોશીએ તેના ઈન્ટરવ્યૂઝમાં કારકિર્દીમાં કરેલા સંઘર્ષની વાત કરી છે.દિલીપ જોશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે મને કોઈ રોલ આપવા તૈયાર નહોતું. ત્યારબાદ મને દરેક પાત્ર માટે 50 રૂપિયા મળતા હતા. થિયેટરમાં કામ કરવું તે મારો શોખ નહીં પરંતું જુનૂન હતું. દિલીપ જોશીએ બેકસ્ટેજ રોલ કર્યા પરંતું તેને એ વાતનો ક્યારેય અફસોસ રહ્યો નથી. જ્યારે કોઈ તમારા પર જોક્સ પર 800 થી 1 હજાર લોકો તાળી મારે તો તે ક્ષણ તમારા માટે કિંમતી બની જાય છે.

સલમાન ખાનની ફિલ્મમાં કર્યુ ડેબ્યૂ 
સલમાન ખાનની હિરો તરીકેની પહેલી ફિલ્મ 'મૈને પ્યાર કિયા' દિલીપ જોશીની પણ પહેલી ફિલ્મ હતી. ફિલ્મમાં દિલીપ જોશી નોકરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં દિલીપ જોશીના પાત્રનું નામ રામૂ હતું.

'હમ આપકે હૈ કોન' માં પણ કર્યુ છે કામ
દિલીપ જોશીએ થોડાક વર્ષો બાદ ફરી સલમાન ખાનની ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મ પણ રાજશ્રી પ્રોડકશનની સુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કોન?' હતી. વર્ષ 1994માં આવેલી ફિલ્મમાં દિલીપ જોશીએ ભોલા પ્રસાદનું પાત્ર ભજવ્યું હતું.

જેઠાલાલના પાત્રથી ઘરે ઘરે મળી નામના
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલ જેઠાલાલના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.. જેઠાલાલ એક એપિસોડ માટે દોઢ લાખ રૂપિયા સુધી લે છે. જેઠાલાલ મહિનાના 25 દિવસ શુટિંગ કરે છે મતલબ કે અંદાજે મહિને 36 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે.  દિલીપ જોશી મુંબઈમાં પરિવાર સાથે રહે છે. દિલીપ જોશી વૈભવી કારના પણ શોખીન છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલમાં જેઠાલાલ ભલે રિક્ષામાં બેસી દુકાન જતા હોય પણ રિયલ લાઈફમાં તેમની પાસે ઓડી ક્યૂ 7 છે. દિલીપ જોશી TOYOTA INNOVA MPV ચલાવવાનું પણ પસંદ કરે છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પહેલા નહોતું કોઈ કામ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  સિરીયલ મળી તે પહેલા એક વર્ષ સુધી દિલીપ જોશી પાસે કોઈ કામ નહોંતું. દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે- ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં કઈ પણ નક્કી હોતું નથી. તમે ગમે તેટલા મોટા કલાકાર હોવ પરંતું જ્યા સુધી તમારા પાસે કામ છે ત્યા સુધી તમારી કિંમત છે. દિલીપ જોશીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેઓએ 'મેને પ્યાર કિયા', હમ આપકે હૈ કોન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા સહિતની 15 ફિલ્મોમાં કામ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news