Drug Case: શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની અટકાયત, ડ્રગ્સ લીધુ હોવાની થઈ પુષ્ટિ

મનોરંજન જગતથી અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બોલીવુડ અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂરની ડ્રગ કેસમાં અટકાયત કરવામાં આવી છે.

Drug Case: શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની અટકાયત, ડ્રગ્સ લીધુ હોવાની થઈ પુષ્ટિ

Siddhanth Kapoor Drug Case: મનોરંજન જગતથી અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બોલીવુડ અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂરની ડ્રગ કેસમાં અટકાયત કરવામાં આવી છે. મેડિકલ તપાસમાં ડ્રગ લેવાની વાતની પુષ્ટિ થઈ હોવાનું પણ કહેવાય છે. આ મામલે તેને બેંગલુરુના ઉલસુરુ પોલીસ મથક લાવવામાં આવ્યો છે. 

અત્રે જણાવવાનું કે સિદ્ધાંત કપૂર શક્તિ  કપૂરનો પુત્ર અને બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ છે. સિદ્ધાંતે પણ ફિલ્મી દુનિયામાં ડગ માંડ્યા હતાં પરંતુ તેને પિતા અને બહેનની જેમ સફળતા મળી નહીં. સિદ્ધાંત અનેક ફિલ્મોમાં નાનો મોટો રોલ ભજવી ચૂક્યો છે. સ્ટાર કિડ હોવા થતા સિદ્ધાંતે પોતાની કરિયરની સફળતા ડિસ્ક જોકી તરીકે કરી હતી અને ત્યારબાદ હિન્દી સિનેમામાં આસિસ્ટન્ટ ડાઈરેક્ટર તરીકે જાણીતા ડાઈરેક્ટર્સ સાથે કામ કરવા લાગ્યો હતો. આસિસ્ટન્ટ ડાઈરેક્ટર તરીકે સિદ્ધાંતે ભૂલ ભૂલૈયા, ભાગમભાગ, ચૂપ ચૂપ કે, ઢોલ વગેરે ફિલ્મોમાં કામ કર્યું.

— ANI (@ANI) June 13, 2022

સિદ્ધાંતે શૂટ આઉટ એટ વડાલા ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અનિલ કપૂર, કંગના રનૌત અને જ્હોન અબ્રાહમ હતા. ત્યારબાદ સિદ્ધાંત અનુરાગ કશ્યપ દિગ્દર્શિત આઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ અગલીમાં જોવા મળ્યો. સિદ્ધાંત તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે પણ સ્ક્રિન શેર કરી ચૂક્યો છે. બંને ભાઈ બહેન ફિલ્મ હસીના પાર્કર ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં શ્રદ્ધાએ દાઉદની બહેનની ભૂમિકા ભજવી હતી જ્યારે સિદ્ધાંતે ફિલ્મમાં દાઉદની ભૂમિકા ભજવી હતી. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી. 

સિંદ્ધાંત ચહેરે ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મ એક મિસ્ટ્રી થ્રિલર છે જેની કહાની એક ફ્રેન્ડ ગ્રુપ વિશે છે. સિદ્ધાંત ઉપરાંત આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી, ધૃતમાન ચક્રવર્તી, રઘુવીર યાદવ અન અન્નુ કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભૌકાલ નામની વેબ સિરીઝમાં પણ તે જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news