શું દિશા વાકાણી જીવિત છે, કોણ છે તેમની પુત્રી? 'દયાબેન' ના ચાહકોને મળશે અહીં તમામ જવાબ

ચાહકો હંમેશાં દિશાની પર્સનલ લાઈફને જાણવા માટે ઉત્સુક રહે છે, તો ક્યારેક શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ફેન્સના એવા ઘણા સવાલ છે જે સૌથી વધારે પુછવામાં આવે છે. દિશાના ચાહનારા લોકોના તમામ સવાલોના જવાબ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

શું દિશા વાકાણી જીવિત છે, કોણ છે તેમની પુત્રી? 'દયાબેન' ના ચાહકોને મળશે અહીં તમામ જવાબ

મુંબઈ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો હવે ઘરે ઘરે પ્રખ્યાત છે, ત્યારે શોની સૌથી મોટી સ્ટાર દિશા વકાણીના અનેક પ્રશંસકો છે. ભલે દિશા છેલ્લા 5 વર્ષોથી શોમાં નજરે ના પડતી હોય, પરંતુ તેનો એવો મતલબ નથી કે લોકો દિશાને ભૂલી ગયા છે. આજે પણ તારક મહેતા શોમાં ફેન્સ દિશાની રાહ જોઈને બેઠા છે. દિશા વકાણી વિશે જાણવા માટે ચાહકો હંમેશાં એક્સાઈટેડ રહે છે.

ચાહકો હંમેશાં દિશાની પર્સનલ લાઈફને જાણવા માટે ઉત્સુક રહે છે, તો ક્યારેક શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ફેન્સના એવા ઘણા સવાલ છે જે સૌથી વધારે પુછવામાં આવે છે. દિશાના ચાહનારા લોકોના તમામ સવાલોના જવાબ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

દિશા વાકાણીની પુત્રી કોણ છે?
દિશા વાકાણીની પુત્રીનું નામ સ્તુતિ પાડ્યા છે... કારણ કે દિશા સોશિયલ મીડિયા પર નથી. એટલા માટે ફેન્સને દિશાની પુત્રીની ઝલક જોવા મળી નથી. 

શું દિશાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો?
દિશા વાકાણી શોમાં દયાબેનનો રોલ નિભાવે છે. પરંતુ દિશાએ અત્યારે હાલ આ શો છોડ્યો નથી, તેઓ ટૂંક સમયમાં પાછા ફરશે. તેઓ વર્ષ 2017માં મેટરનિટી બ્રેક પર ગયા હતા. ત્યારથી દિશા શોમાં દેખાયા નથી. પોતાની ફેમિલી અને બાળકો પર દિશાનું વધારે ફોક્સ છે. દિશાએ શો છોડવાની વાત ના તો અભિનેત્રીએ કન્ફર્મ કર્યું છે અને ના તો મેકર્સે. મેકર્સ આજે પણ દિશા વાકાણી શોમાં પાછા ફરે તેવી રાહ જોઈ રહ્યા છે. એટલે તો છેલ્લા 5 વર્ષોથી શોમાં દિશાને રિપ્લેસ કરવામાં આવી નથી. દિશા વગર જ શો ચલાવવામાં આવી રહ્યો છે.

શું હવે દિશા વકાણી જીવિત છે?
આ સૌથી ડરામણો સવાલ હશે જે લોકો દિશા વિશે પુછી રહ્યા છે. દિશા સીરિયલમાં નજરે પડી રહી નથી, ના તો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, એટલા માટે યૂઝર્સ એવા વીયર્ડ સવાલ પુછવા લાગ્યા છે. તમને આ જાણીને ખુબ જ ખુશી થશે કે દિશા વાકાણી આપણી વચ્ચે છે અને સ્વસ્થ છે. દિશા વાકાણીએ હાલમાં જ એક મોટા ગુડન્યૂઝ આપ્યા છે. તે બીજી વાર માતા બન્યા છે. દિશાના ઘરે એક નાનો રાજકુમાર આવ્યો છે. 

દિશા ક્યારે શોમાં પાછી ફરશે?
વર્ષ 2017માં જ્યારે દિશા મેટરનિટી લીવ પર ગઈ હતી, ત્યારથી ચાહકો આ સવાલ પુછી રહ્યા છે. પરંતુ હવે તેમનું શોમાં પાછું ફરવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. પહેલી પ્રેગ્નેન્સી પછી તેઓ 5 વર્ષ સુધી પાછા ફર્યા નથી, હવે તેઓ બીજી વાર માતા બન્યા છે. એટલા માટે દિશા પોતાના બાળકોની પહેલી પ્રાથમિકતા આપશે. દિશાનું હવે શોમાં પાછું ફરવું અસંભવ જણાઈ રહ્યું છે. જો તેઓ આવશે તો પણ તેમના ચાહકોને લાંબી રાહ જોવી પડેતેમ છે. પરંતુ તાજેતરમાં મેકર્સનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, દિશા વાકાણી શોમાં પાછા ફરે કે ના ફરે, પરંતુ દયાબેનનું કેરેક્ટર જરૂરથી આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news