સુશાંતસિંહ રાજપૂત કેસમાં નવો વળાંક: નવા દાવા બાદ CBI એક્શનમાં, હવે આ મોટા પગલાથી હડકંપ!

Sushant Singh Rajput DeathCase: સુશાંત સિંહ રાજપૂત કેસમાં કૂપર હૉસ્પિટલના પૂર્વ કર્મચારી રૂપકુમાર શાહના દાવાની તપાસ કરી રહી સીબીઆઈ એક્શનમાં આવી છે અને એક મોટું પગલું લેવા જઈ રહી છે.

સુશાંતસિંહ રાજપૂત કેસમાં નવો વળાંક: નવા દાવા બાદ CBI એક્શનમાં, હવે આ મોટા પગલાથી હડકંપ!

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે અને અટોપ્સી સ્ટાફ કર્મચારીએ દાવો કર્યો છે કે એ સમયે સુશાંતની હત્યા કરવામાં આવી હતી. જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ કરનાર મુંબઈની કૂપર હૉસ્પિટલના એક પૂર્વ કર્મચારી રુપકુમાર શાહે દાવો કર્યો છે કે, અભિનેતાએ આત્મહત્યા નહોતી કરી.

મૃતદેહ પર ઈજાના નિશાન હોવાનો દાવો
રુપકુમાર શાહે દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નહોતી કરી અને તેમના મૃતદેહ પર ઈજાના નિશાન હતા. જો કે, કૂપર હૉસ્પિટલમાંથી થોડા સમય પહેલા જ રિટાયર થયેલા રુપકુમાર શાહે પોતાના દાવાના સમર્થનમાં કોઈ પુરાવાઓ નથી આપ્યા.

દાવા બાદ એક્શનમાં આવી CBI
કૂપર હૉસ્પિટલના એક પૂર્વ કર્મચારી રુપકુમાર શાહના દાવા બાદ મામલાની તપાસ કરી રહેલી CBI એક્શનમાં આવી ગઈ છે. સૂત્રોના પ્રમાણે CBI સુશાંત સિંહ રાજપૂતની મોતને હત્યા બતાવનાર રુપકુમાર શાહની જલ્દી જ પૂછપરછ કરી શકે છે.

તપાસ એજન્સી બોલાવશે તો જઈશઃ રુપકુમાર
રુપકુમાર શાહે સુશાંત સિંહ રાજપૂતની હત્યાનો દાવો કરવા સાથે જ જણાવ્યું હતું કે તપાસ એજન્સી મને ફોન કરશે તો હું તેમને પણ આ વાત કહીશ. તેમણે કહ્યું કે, તસવીરો જોઈને કોઈપણ સરળતાથી કહી શકે છે કે તેમની હત્યા કરવામાં આવી હતી. સાથે તેમણે કહ્યું કે, સુશાંતને ન્યાય મળવો જોઈએ. રુપકુમારે કહ્યું કે તેઓ આ વિશે હવે એટલા માટે બોલી રહ્યા છે, કારણ કે આ વર્ષે નવેમ્બરમાં જ તેઓ રિટાયર થયા છે. 

રુપકુમાર શાહે કહ્યું કે, 'જ્યારે મે સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહને જોયો તો તેના પર ઈજાના નિશાન હતા અને કોઈ દબાણના કારણે ડોકની ચારે તરફ કેટલાક નિશાન હતા. હું લગભગ 28 વર્ષથી મૃતદેહોનું પરીક્ષણ કરું છું. ગળું દબાવવાની અને ફાંસી પર લટકવાના નિશાનો અલગ-અલગ હોય છે.' તેમણે દાવો કર્યો કે, 'જ્યારે મે રાજપૂતના શબ પર અલગ-અલગ નિશાનો જોયા ત્યારે મે મારા વરિષ્ઠ અધિકારીઓને સૂચિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે મને નજરઅંદાજ કર્યો.'

14 જૂન 2020ના સુશાંતે કરી આત્મહત્યા
જણાવી દઈએ કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના ઉપનગરીય બાંદ્રામાં પોતાના ફ્લેટમાં ફાંસી સાથે લટકતા મળ્યા હતા. જે બાદ આ મામલે સુશાંતની દોસ્ત રિયા ચક્રવર્તી પર મોત માટે ઉકસાવવા માટે અને પ્રોપર્ટીનો દુરુપયોગનો આરોપ લાગ્યો હતો. સુશાંતની મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં રિયાને થોડા દિવસ માટે જેલમાં પણ રહેવું પડ્યું હતું. હવે આ મામલાની તપાસ CBI પાસે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news