કોરોનાકાળમાં બેરોજગાર થયેલા લોકો માટે સરકાર લાવી સ્કીમ, આ રીતે મળી શકે છે 50 ટકા પગાર

કોરોનાકાળમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થઇ ગયા છે. એવામાં કેન્દ્ર સરકાર આ લોકોની મદદ માટે આગળ આવી છે. આ લોકોને સરકાર તરફથી 50 ટકા સેલરીની રકમ ચૂકવવામાં આવશે.

કોરોનાકાળમાં બેરોજગાર થયેલા લોકો માટે સરકાર લાવી સ્કીમ, આ રીતે મળી શકે છે 50 ટકા પગાર

નવી દિલ્હી: કોરોનાકાળમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થઇ ગયા છે. એવામાં કેન્દ્ર સરકાર આ લોકોની મદદ માટે આગળ આવી છે. આ લોકોને સરકાર તરફથી 50 ટકા સેલરીની રકમ ચૂકવવામાં આવશે. જોકે આ ત્યારે જ થશે જ્યારે તેમની સેલરીમાં પીએફ અથવા ઇએસઆઇનો ભાગ કપાતો હોય. 

લોન્ચ કરી છે આ યોજના
સરકારે તાજેતરમાં એમ્પ્લોઇ સ્ટેટ ઇંશ્યોરન્સ એક્ટ (ESIC Act.) હેઠળ 'અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના'ની અવધિને 30 જૂન 2021 માટે વધારવાની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારે પેમેન્ટને પણ નોટિફાઇ કરી દીધું છે. ત્યારબાદ 31 ડિસેમ્બર 2020 સુધી થોડી ઢીલ સાથે સબ્સક્રાઇબર્સને 50 ટકા બેરોજગારી લાભ આપવામાં આવશે. આ ફાયદો તે કામગરોને મળશે જેમની 31 ડિસેમ્બર પહેલાં નોકરી જતી રહી હોય. 

આ રીતે કરી શકો છો રજિસ્ટ્રેશન
અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો તેમાં રજિસ્ટ્રેશન જરૂરી છે. તમે ESIC ની વેબસાઇટ પર જઇને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ ડાઉનલોડ કરવા માટે આ લિંકનો ઉપયોગ કરો. 
https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793...

આ ફોર્મને સાચી ભરીને કર્મચારી રાજ્ય બીમા નિગમની કોઇ નજીકની બ્રાંચમાં જમા કરાવવું પડશે. આ ફોર્મ સાથે 20 રૂપિયાના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોટરી વડે એફિડેવિટ પણ આપવું પડે છે. તેમાં AB-1 થી લઇને AB-4 ફોર્મ જમા કરાવવામાં આવશે. તેની ઓનલાઇન સુવિધાન થી, પરંતુ થોડા દિવસો પહેલાં જાણકારી આવી હતી કે આ સુવિધા જલદી શરૂ થશે. આ યોજનાનો ફાયદો તમે ફક્ત એકવાર ઉઠાવી શકો છો. 

1 જાન્યુઆરી 2021 થી 30 જૂન 2021 વચ્ચે ઓરિજનલ ક્રાઇટેરિયાના આધારે જ સબ્સક્રાઇબર્સને લાભ મળી શકશે. આ સમયગાળામાં બેરોજગારી લાભ 50 ટકાના બદલે 25  ટકા જ મળશે. આ સ્કીમનો લાભ સંગઠિત ક્ષેત્રના તે કર્મચારી ઉઠાવી શકે છે જે ESIC થી બીમિત છે અને બે વર્ષ થી વધુ સમય નોકરી ચૂક્યા હોવ. આ ઉપરાંત આધાર અને બેંક એકાઉન્ટ ડેટા બેસ સાથે જોડાયેલું હોવું જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news