Post Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજ

Post Office FD Vs MSSC: પોસ્ટ ઓફિસ એફડી ગ્રાહકોને સારૂ વ્યાજ આપે છે, પરંતુ જો મહિલાઓ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા ઈચ્છે છે તો તેના માટે એક ખાસ સ્કીમ ઉપલબ્ધ છે. જે વ્યાજદર 5 વર્ષની એફડી પર મળે છે તે વ્યાજદર આ સ્કીમમાં તેને બે વર્ષમાં મળી જશે. જાણો ફાયદા...

Post Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજ

નવી દિલ્હીઃ Post Office FD Vs MSSC: બેન્કની જેમ પોસ્ટ ઓફિસમાં પણ ઘણા પ્રકારની સ્કીમ્સ ચલાવવામાં આવે છે જેમાં સારૂ વ્યાજ મળે છે. સાથે તમારી રોકાણ કરેલી રકમ પર કોઈ જોખમ રહેતું નથી. જો તમે ફિક્સ્ડ ડિપોઝિટવાળી કોઈ સ્કીમને પોર્ટફોલિયોમાં સામેલ કરવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસમાં આવી સ્કીમ્સ તમને મળી જશે. પોસ્ટ ઓફિસ એફડી તેમાંથી એક છે. તમને અહીં 1, 2, 3 અને 5 વર્ષની એફડીનો વિકલ્પ મળે છે. વ્યાજદર સૌથી વધુ 5 વર્ષની એફડી પર છે. તેના પર 7.5 ટકાના દરે વ્યાજ મળે છે.

મહિલાઓને બે વર્ષમાં મળી જશે

પરંતુ જો મહિલાઓ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતા ઈચ્છે છે તો તેના માટે એક ખાસ સ્કીમ પણ ઉપલબ્ધ છે. અમે વાત કરી રહ્યાં છીએ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (Mahila Samman Saving Certificate-MSSC)ની. આ સ્કીમમાં મહિલાઓએ માત્ર 2 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે અને તેને 7.5 ટકા દરે વ્યાજ આપવામાં આવે છે. એટલે કે જે વ્યાજદર 5 વર્ષની એફડી પર મળી રહ્યો છે, તે મહિલાઓને બે વર્ષમાં મળી જશે. તેવામાં પૈસા પર લાંબા સમય સુધી જમા રાખવા પડશે નહીં.

કઈ ઉંમરની મહિલાઓ કરી શકે છે રોકાણ?
મહિલા સન્માન બચત યોજના હેઠળ કોઈપણ મહિલા પોતાનું એકાઉન્ટ ખોલાવી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓ માટે માતા-પિતા ખાતું ખોલાવી શકે છે. એટલે કે દરેક ઉંમરની મહિલાઓ આ સ્કીમનો લાભ લઈ શકે છે. આ સ્કીમ મહિલાઓને બચત માટે પ્રેરિત કરનારી પણ છે. આ સ્કીમમાં મહિલાઓને 7.5 ટકા હિસાબથી ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે અને વ્યાજની ગણતરી ત્રિમાસીક થાય છે. તેવામાં આ સ્કીમ દ્વારા મહિલાઓ સારી રકમ જમા કરી શકે છે.

કેટલી ડિપોઝિટ પર કેટલા રૂપિયાનો ફાયદો?
મહિલા સન્માન બચત પત્ર યોજના કેલકુલેટર (Mahila Samman Saving Certificate Calculator)પ્રમાણે જુઓ તો આ સ્કીમમાં જો મહિલાઓ 50000 રૂપિયાનું રોકાણ કરે છે તો તેના પર બે વર્ષમાં 8011 રૂપિયા વ્યાજ તરીકે મળશે અને આ રીતે મેચ્યોરિટી પર 58011 રૂપિયા મળશે. જો 1,00,000 રૂપિયાનું રોકાણ કરશે તો 7.5 ટકા વ્યાજદર પ્રમાણે મેચ્યોરિટી સમયે 1,16,022 રૂપિયા મળશે.

એક વર્ષ બાદ આંશિક ઉપાડની સુવિધા
આ સ્કીમ બે વર્ષમાં મેચ્યોર થાય છે. બે વર્ષ બાદ તમને વ્યાજ સહિત રકમ પરત મળી જાય છે. પરંતુ જો તમને વચ્ચે પૈસાની જરૂર પડે તો 1 વર્ષ પૂરુ થયા બાદ જમા કરેલા પૈસાના 40 ટકા સુધી કાઢી શકો છો. એટલે કે જો તમે 2 લાખ રૂપિયા જમા કર્યાં છો તો એક વર્ષ બાદ તમે 80 હજાર રૂપિયા ઉપાડી શકો છો.

કઈ રીતે ખોલાવી શકો છો એકાઉન્ટ?
MSSC એકાઉન્ટ ઓપન કરાવવા માટે તમારે કોઈ નજીકની પોસ્ટ ઓફિસ બ્રાન્ચમાં જવું પડશે. અહીં તમારે એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ-1 ભરવું પડશે. સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા કેવાઈસી ડોક્યુમેન્ટ્સની કોપી અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news