સરકારે મોટાપાયે લોકોને નોકરી આપવા માટે કર્યું પ્લાનિંગ, જાહેર કર્યા આ નિર્દેશ

દેશમાં કરવામાં આવેલા લોકડાઉન (Lockdown)ના લીધે મોટી સંખ્યામાં ઉદ્યોગ- ધંધા બંધ છે. એવામાં મોટી સંખ્યામાં લોકો રોજગાર (Employment) ન હોવાથી પોતાના ગામ તરફ પરત ફર્યા છે. એવા લોકોની સામે રોજગાર અને આવકના સંકટને જોતાં ઉત્તર પ્રદેશ સરકાર (Government of Uttar Pradesh)ર મોયુ& પગલું ભર્યું છે.

સરકારે મોટાપાયે લોકોને નોકરી આપવા માટે કર્યું પ્લાનિંગ, જાહેર કર્યા આ નિર્દેશ

નવી દિલ્હી: દેશમાં કરવામાં આવેલા લોકડાઉન (Lockdown)ના લીધે મોટી સંખ્યામાં ઉદ્યોગ- ધંધા બંધ છે. એવામાં મોટી સંખ્યામાં લોકો રોજગાર (Employment) ન હોવાથી પોતાના ગામ તરફ પરત ફર્યા છે. એવા લોકોની સામે રોજગાર અને આવકના સંકટને જોતાં ઉત્તર પ્રદેશ સરકાર (Government of Uttar Pradesh)ર મોયુ& પગલું ભર્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે તમામ જિલ્લાઓને નિર્દેશ જાહેર કર્યા છે કે એવા જે પણ લોકો જે શહેરોમાંથી પોતાના પરિવારો સાથે ગામ પરત આવ્યા છે અને આ લોકો જો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme) હેઠળ કામ કરવા માંગે છે તો તાત્કાલિક તેમના જોબકાર્ડ બનાવવામાં આવે. 

આ લોકોનું નામ જોડવામાં આવશે
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો હેઠળ જો કોઇ વ્યક્તિ લાંબા સમય બાદ પરત ફર્યો હોય અને તેનું નામ પરિવારના જોબકાર્ડ  (job card)માં નથી તો તેનું નામ પરિવારના જોબકાર્ડમાં ઉમેરવામાં આવે. તો બીજી તરફ જે લોકોના જોબકાર્ડ પહેલાંથી બનેલા છે પરંતુ કોઇ કારણથી ખોવાઇ ગયા છે અથવા ફાટી ગયા છે તો તેમના જોબકાર્ડની ડુપ્લીકેટ કોપી આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ લોકોને પ્રાથમિકતાના આધારે મળશે જોબકાર્ડ
સરકાર દ્વારા જિલા વહીવટી દ્વારા કરવામાં આવેલા નિર્દેશો અનુસાર જોબકાર્ડ જાહેર કરતી વખતે સમાજના વંચિત પરિવારો તથા મુસહર, વનટાંગિયા, થારૂ, વિધવા અને મહિલા અને દિવ્યાંગ વ્યક્તિવાળા પરિવારોને પ્રાથમિકતાના આધારે આ જોબ કાર્ડ ઉપલબ્ધ કરાવવાની વાત કહેવામાં આવી છે. 

20 એપ્રિલથી આ ઇન્ડટ્રીમાં શરૂ થઇ શકશે કામ
કોલ સ્ટોરેજ અને વેરહાઉસિંગ સર્વિસ
પ્રાઇવેટ સિક્યોરિટી અને ઓફિસ મેનેજમેન્ટ સેવાઓ
એવી હોટલ, મોટલ અથવા ગેસ્ટહાઉસ જ્યાં લોકડાઉનના લીધે ટૂરિસ્ટ ફસાયેલા હોય
ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, મોટર મિકેનિક, આઇટી રિપેર, કોરપેન્ટર
પ્રિંટ, ઇલેક્ટ્રોનિક મીડીયા, કેબલ, ડીટીએચ સેવાઓ
સરકારી ગતિવિધિઓના ડેટા, કોલ સેન્ટર ખુલશે
કુરિયર સેવા, ઇ-કોમર્સ કંપનીઓનું કામ
ઇ-કોમર્સ કંપની અને કરિયાણા જેવી જરૂરી સામાનની સપ્લાઇ
ગ્રામીણ વિસ્તારોના ઉદ્યોગ
આઇટી હાર્ડવેરનું મેન્યુફેક્ચરિંગ
કોલસા, ખનિજ અને, ખાણ માટે જરૂરી વિસ્ફોટકની આપૂર્તિ
પેકેજિંગ સામગ્રીનું ઉત્પાદન કરવા માટે ઇંડસ્ટ્રીનું કામ
દવાઓ અને અન્ય જરૂરી સામાનના ઉત્પાદનમાં લાગેલા કારખાનાના ઉત્પાદન કામ
ગ્રામીણ વિસ્તારોના ફૂડ પ્રોસેસિંગ ઇંડસ્ટ્રીના કામ
તેલ તથા ગેસનું અન્વેષણ કાર્ય
જૂટ ઇંડસ્ટ્રીનું કામ
ગ્રામીણ વિસ્તારોના ઇંટના ભઠ્ઠા

આ નિર્માણ ગતિવિધિઓને પણ શરૂ કરવામાં આવશે
ગૃહ મંત્રાલયે નિર્માણ ગતિવિધિઓ સાથે જોડાયેલા કામોને પણ 20 એપ્રિલથી કેટલાક વિસ્તારોમાં ખોલવાની અનુમતિ આપી છે. જે વિસ્તારોમાં નિર્માણ ગતિવિધિઓને પરવાનગીઓ આપવામાં આવશે. તેમાં ગ્રામીણ વિસ્તારોના માર્ગ, સિંચાઇ પ્રોજેક્ટ, બિલ્ડીંગ અને તમામ પ્રકારના ઔદ્યોગિક પ્રોજેક્ટના નિર્માણ, અક્ષય ઉર્જા પ્રોજેક્ટ્નું નિર્માણ, નગર વિસ્તારોનાઅ પ્રોજેક્ટનું કામ, જ્યાં મજૂર પ્રોજેક્ટ સ્થળ પર જ હોય અને બહારથી કોઇ મજૂરને લાવવાની જરૂર ન હોય ત્યાં કામ શરૂ કરવાની પરવાનગી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news