Electric Vehicle: નિતિન ગડકરીએ મોટી જાહેરાત- નવા વર્ષે અડધા ભાવમાં મળશે ઇલેક્ટ્રિક વ્હીકલ!

Big Announcement: સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર આપવામાં આવતી સબસિડી પછી પણ તેમની કિંમત પેટ્રોલ ડીઝલ વાહનો કરતા ઘણી વધારે છે. પરંતુ હવે જે લોકો ઈલેક્ટ્રિક કાર કે બાઈક ખરીદવા ઈચ્છે છે તેમના માટે સારા સમાચાર છે. 

Electric Vehicle: નિતિન ગડકરીએ મોટી જાહેરાત- નવા વર્ષે અડધા ભાવમાં મળશે ઇલેક્ટ્રિક વ્હીકલ!

Nitin Gadkari: ઓટોમોબાઈલ માર્કેટ થોડું બદલાઈ રહ્યું છે. લોકો હવે પેટ્રોલ-ડીઝલ અથવા કમ્બશન એન્જિનની જગ્યાએ ઇલેક્ટ્રિક વાહનો લેવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ આ તેમ છતાં, ઇલેક્ટ્રિક વાહન ઇચ્છતા દરેક જણ તે મેળવી શકતા નથી. તેનું સૌથી મોટું કારણ તેની વધુ કિંમત છે. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર આપવામાં આવતી સબસિડી પછી પણ તેમની કિંમત પેટ્રોલ ડીઝલ વાહનો કરતા ઘણી વધારે છે. પરંતુ હવે જે લોકો ઈલેક્ટ્રિક કાર કે બાઈક ખરીદવા ઈચ્છે છે તેમના માટે સારા સમાચાર છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વાહનોને લઈને મોટી જાહેરાત કરી છે.

મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે આવનારા એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનોની સમકક્ષ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે હું પ્રયાસ કરી રહ્યો છું કે એક વર્ષની અંદર દેશમાં ઈવીની કિંમત પેટ્રોલ વાહનોની બરાબર થઈ જાય. તેમણે કહ્યું કે તેનાથી આપણે ફોસિલ ફ્યૂલ (પેટ્રોલ-ડીઝલ) પર ખર્ચ થનાર વિદેશી મુદ્રાને બચાવી શકીશું. 

બેટરી ખર્ચ વધુ
નીતિન ગડકરીએ કહ્યું કે EVમાં વપરાયેલી બેટરી ઘણી મોંઘી છે. ઈવીની કુલ કિંમતના 35 થી 40 ટકા માત્ર બેટરીની કિંમત છે. જેના કારણે ઈલેક્ટ્રીક વાહનો મોંઘા થઈ ગયા છે. જોકે, નવી ટેક્નોલોજી અને સબસિડી સાથે હવે સરકાર તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે દેશભરમાં ચાર્જિંગ સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ઈવી દ્વારા ચાર્જિંગની સમસ્યાનો પણ ઉકેલ લાવી શકાય. ગડકરીએ જણાવ્યું કે EV કેટેગરીમાં જોરદાર ગ્રોથ નોંધાયો છે. ઈલેક્ટ્રિક વાહનોની સતત વધતી માંગ બાદ તેમના વેચાણમાં 800 ટકા સુધીનો વધારો નોંધવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news