Multibagger Stock: શેર છે કે પારસ પથ્થર! 4 મહિનામાં ત્રણ ગણા કર્યાં પૈસા, ખરીદવાની મચી છે લૂટ

IREDA Share: ઈન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (IREDA)ના શેરમાં ગજબની તેજી આવી છે. પાછલા શુક્રવારે આ શેર 14 ટકાથી વધુની તેજી સાથે 181.15 રૂપિયા પર પહોંચી ગયો છે.
 

Multibagger Stock: શેર છે કે પારસ પથ્થર! 4 મહિનામાં ત્રણ ગણા કર્યાં પૈસા, ખરીદવાની મચી છે લૂટ

IREDA Share: ઈન્ડિયન રિન્યૂએબલ્સ એનર્જી ડેવલોપમેન્ટ એનર્જીના શેરમાં ગજબની તેજી જોવા મળી છે. પાછલા શુક્રવારે આ શેર 14 ટકાથી વધુ ઉછળી 181.15 રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે પાછલા કારોબારી દિવસથી ઇરેડાના શેરમાં તેજી જોવા મળી છે. આ દરમિયાન તેમાં આશરે 30 ટકા સુધીની તેજી જોવા મળી છે. તેનો 52 વીક હાઈ 215 રૂપિયા છે, જે કંપનીએ આ વર્ષે 6 ફેબ્રુઆરીએ ટચ કર્યો હતો. એટલે કે વર્તમાન પ્રાઇઝ તેના મુકાબલે 15 ટકા ઓછી છે. 

શેરમાં તેજીનું કારણ
શેરમાં તેજીનું કારણ એક પોઝિટિવ સમાચાર છે. રિન્યૂએબલ્સ એનર્જી કંપનીએ કહ્યું કે તાજેતરમાં તેણે 2023-2024માં 37354 કરોડ રૂપિયા સુધીની અત્યાર સુધીની સૌથી વધુ લોન મંજૂરી નોંધી છે. તાજેતરમાં ન્યૂ અને રિન્યૂએબલ્સ એનર્જી મંત્રાલયે જારી નિવેદનમાં કહ્યું કે પબ્લિક સેક્ટરની કંપની ઇરેડાએ નાણાકીય વર્ષ 2023-2024માં 37354 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી છે, જ્યારે 25089 કરોડ રૂપિયાની લોન ડિસ્ટ્રિબ્યૂટ કરી છે. મંત્રાલય અનુસાર નાણાકીય વર્ષ 2022-2023માં 47076 કરોડ રૂપિયાનું લોન ડિસ્ટ્રિબ્યૂટ કરવામાં આવી હતી. 

શું છે બ્રોકરેજનો મત
આ કાઉન્ટરને લઈને એક્સપર્ટ પોઝિટિવ છે. બ્રોકરેજ પ્રમાણે આ શેરમાં એકવાર ફરી ઓલ ટાઈમ હાઈ પર જવાની કેસિપિટી છે. રેલિગેયર બ્રોકિંગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ (રિટેલ રિસર્ચ) રવિ સિંહે કહ્યુ- દૈનિક ચાર્જ પર સ્ટોક મજબૂત જોવા મળી રહ્યો છે. અંદાજિત નજીકનો ટાર્ગેટ 185 રૂપિયા હશે. સ્ટોપ લોસ 170 રૂપિયા પર રાખો. પ્રભુદાસ લીલાધરના શિજૂ કુથુપાલક્કલે કહ્યુ કે, શેર 215 રૂપિયાના શિખરથી ખુબ પાછળ હટી હયો છે અને મજબૂતી હાસિક કરવા માટે 121 રૂપિયાની નજીક પહોંચી ગયો હતો. તેમાં 188 રૂપિયાના સ્તર પર જવાની સંભાવના છે. બની શકે કે આ શેર ફરી 215 રૂપિયા પર જઈ શકે છે. નજીકના સમયનું સમર્થન 155 રૂપિયાની નજીક બનેલું રહેશે.

રોકાણકારોને માલામાલ કરી ચુક્યો છે શેર
ઇરેડાના સ્ટોકે ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીદા છે. આ સ્ટોકે લિસ્ટ થયા બાદથી અત્યાર સુધી આશરે 194 ટકા રિટર્ન આપ્યું છે. ઇરેડાનું માર્કેટ કેપ વધી 47425 કરોડ રૂપિયા થઈ ગયું છે. ઇરેડાનો શેર પાછલા નવેમ્બરથી અત્યાર સુધી 254 ટકાનું રિટર્ન આપી ચુક્યો છે. જો આ દરમિયાન કોઈએ ઇરેડાના સેરમાં એક લાખનું રોકાણ કર્યું હોત તો તેને આશરે સાડા ત્રણ લાખનું રિટર્ન મળ્યું હોત. નવેમ્બર 2023માં ઇરેડાનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 30-32 રૂપિયા હતી. કંપનીના શેર 50 રૂપિયા પર લિસ્ટ થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news