1 પર 3 બોનસ શેર આપવાની જાહેરાત, 334% વધ્યો કંપનીનો નફો, 1 વર્ષમાં 315% વધ્યો ભાવ

Multibagger Stocks, Stock News: મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિઝે પોતાના રોકાણકારોને 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીના દરેક શેર પર 3 બોનસ શેર આપશે. માર્ચ 2024 ત્રિમાસિકમાં કંપનીના નફામાં 334 ટકાનો તગડો ઉછાળો આવ્યો છે.

1 પર 3 બોનસ શેર આપવાની જાહેરાત, 334% વધ્યો કંપનીનો નફો, 1 વર્ષમાં 315% વધ્યો ભાવ

Motilal Oswal Financial Services: મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિઝે પોતાના રોકાણકારોને 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીના દરેક શેર પર 3 બોનસ શેર આપશે. આ પ્રથમ મોકો છે, જ્યારે કંપની બોનસ શેર આપી રહી છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલે અત્યાર સુધી શેરના રેકોર્ડ ડેટાની જાહેરાત કરી નથી. કંપનીના શેર શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેંજમાં 5 ટકાથી વધુની તેજી સાથે 2600.65 રૂપિયા પર બંધ થયા હતા. 

કંપનીના નફામાં 334%નો જોરદાર ઉછાળો
માર્ચ 2024 ક્વાર્ટરમાં સ્થાનિક બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ (Motilal Oswal Financial) ના નફામાં 334%નો મોટો ઉછાળો આવ્યો છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલએ જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરમાં રૂ. 724.6 કરોડનો નફો કર્યો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીનો નફો રૂ. 167 કરોડ હતો. માર્ચ 2024 ક્વાર્ટરમાં મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલની આવક વાર્ષિક ધોરણે 108% વધીને રૂ. 2141.3 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે રૂ. 1027.4 કરોડ હતો.

એક વર્ષમાં 315% વધી ગયો શેરનો ભાવ
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ (Motilal Oswal Financial) ના શેરમાં ગત એક વર્ષમાં જોરદાર તેજી આવી છે. કંપનીના શેર ગત એક વર્ષમાં 315% વધી ગયા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ (Motilal Oswal Financial)ના શેર 27 એપ્રિલ 2023 ના રોજ 626.55 રૂપિયા પર હતો. સ્થાનિક બ્રોકરેજ ફર્મના શેર 26 એપ્રિલ, 2024ના રોજ રૂ. 2600.65 પર બંધ થયા હતા.

ગત 6 મહિનામાં મોતીલાલ ફાઇનાન્શિયલના શેરોમાં 168 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર 27 ઓક્ટોબર 2023 ના રોજ 969.50 રૂપિયા પર હતા, જોકે હવે 2600 રૂપિયાને પાર પહોંચી ગયા છે. તો બીજી તરફ આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરોમાં 107 ટકાને તેજી જોવા મળી છે. એટલે કે કંપનીના શેરોમાં આ વર્ષે 4 મહિનામાં જ રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news