કબાટમાં કેટલી રાખી શકશો કેશ? નિયમ તોડવાની સજા સાંભળીને ઠંડીમાં પણ છૂટી જશે પરસેવો

Income tax raid: આમ તો તમે ઈચ્છો એટલી રોકડ રકમ ઘરમાં રાખી શકો છો. તેની માહિતી કોઈ પણ અધિકારીને આપવાની જરૂર નથી. પરંતુ તમારી પાસે જે રોકડ છે તેનો સોર્સ હોવો ખૂબ જ જરૂરી છે. તમારી પાસે કાયદેસર રીતે માન્ય સ્ત્રોત અને સંબંધિત દસ્તાવેજો વિશેની માહિતી હોવી જોઈએ.

કબાટમાં કેટલી રાખી શકશો કેશ? નિયમ તોડવાની સજા સાંભળીને ઠંડીમાં પણ છૂટી જશે પરસેવો

Cash Limit IT Dept Rule: કોઈ પણ ઈમરજન્સી માટે ઘરમાં રોકડ રૂપિયા રાખવા તે ભારતની જૂની પ્રથા રહી છે. બેંકો ગ્રાહકોને અનેક પ્રકારની સ્કીમ અને સુવિધા આપે છે. પરંતુ લોકો આકસ્મિક પરિસ્થિતિ માટે ઘરમાં રોકડ રૂપિયા તો રાખે જ છે. પરંતુ તમે ઘરમાં કેટલા રોકડ રૂપિયા રાખી શકો. રોકડ રૂપિયા રાખવા અંગે શું છે નિયમો અને કેટલી રકમ ઘરમાં હોય તો આવકવેરા વિભાગને જાણ કરવી જરૂરી છે.?

આમ તો તમે ઈચ્છો એટલી રોકડ રકમ ઘરમાં રાખી શકો છો. તેની માહિતી કોઈ પણ અધિકારીને આપવાની જરૂર નથી. પરંતુ તમારી પાસે જે રોકડ છે તેનો સોર્સ હોવો ખૂબ જ જરૂરી છે. તમારી પાસે કાયદેસર રીતે માન્ય સ્ત્રોત અને સંબંધિત દસ્તાવેજો વિશેની માહિતી હોવી જોઈએ. એટલે કે તમને પૈસા ક્યાંથી મળ્યા તેના તમારે સંબંધિત દસ્તાવેજો રાખવા પડશે. જો કોઈના ઘરમાં મોટી માત્રામાં રોકડ હોય અને આવકવેરા વિભાગ તે ઘરમાં દરોડા પાડે તો અધિકારીઓ આ દસ્તાવેજોની માંગણી કરે છે. અને જો તમારી પાસે દસ્તાવેજ ના હોય તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

રોકડ ક્યાંથી આવી તેના દસ્તાવેજ રાખજો 
જો તમારા ઘરમાં રાખેલી રોકડ ટેક્સના દાયરામાં આવે છે તો તેના પર ટેક્સ ચૂકવવો જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પાસે સ્ત્રોતો અને ટેક્સ ભરેલા તમામ દસ્તાવેજો નથી તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. જો આવું થાય તો માત્ર આવકવેરા વિભાગ જ નહીં પરંતુ ED અને CBI પણ તમારી પૂછપરછ કરી શકે છે. જો કે જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

નિયમ તોડશો તો શું થઈ શકે કાર્યવાહી?
તમારી પાસે રહેલી રોકડ અંગે આવકવેરા વિભાગ દરોડા પાડી પૂછપરછ કરે છે. તો તમારે તે રોકડ ક્યાંથી આવી તેના દસ્તાવેજી પૂરાવા આપવા પડે છે. પરંતુ જો તમારી પાસે દસ્તાવેજ નથી અથવા તમે રજૂ કરેલા દસ્તાવેજમાં વિસંગતતા જોવા મળે તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. જેમાં જે દંડ  ફટકારવામાં આવે તેની રકમ ખૂબ જ ઊંચી હોય છે. આવકવેરા કાયદા મુજબ તમારે તમારા ઘરમાં મળેલી રોકડ રકમના 137 ટકા દંડ તરીકે ચૂકવવા પડશે. આનો અર્થ એ છે કે તમારી પાસે જે રોકડ છે તે ચોક્કસપણે જશે. એટલું જ નહીં પણ તેના પર 37 ટકા વધુ રકમ દંડરૂપે ચૂકવવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news