લક્ષદ્વીપ પહોંચી આ બેંક, કવરત્તી ટાપુ પર શાખા ખોલાનર બની આ પ્રથમ પ્રાઇવેટ બેંક

HDFC Bank branch: બેંકનો ઉદ્દેશ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાનો છે. આમાં, વ્યક્તિગત બેંકિંગ અને ડિજિટલ બેંકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઘણી પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવે છે.

લક્ષદ્વીપ પહોંચી આ બેંક, કવરત્તી ટાપુ પર શાખા ખોલાનર બની આ પ્રથમ પ્રાઇવેટ બેંક

HDFC Bank in Lakshadweep: એચડીએફસી બેંકે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના કવરત્તી ટાપુ પર તેની શાખા ખોલી છે. આ સાથે જ તે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાખા ધરાવનારી ખાનગી ક્ષેત્રની એકમાત્ર બેંક બની ગઈ છે.

ભારતીય નૌસેનાના કમાન્ડિંગ ઑફિસર કેપ્ટન લવકેશ ઠાકુર અને આ ટાપુના ખ્યાતનામ નિવાસી ડૉ. કે. પી. મુથુકોયા દ્વારા શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એચડીએફસી બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ એસ. સંપતકુમાર તથા તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીના બ્રાન્ચ બેંકિંગ હેડ સંજીવ કુમાર અને બીજા સ્થાનિક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ શાખા ખોલવાનો ઉદ્દેશ્ય પર્સનલ બેંકિંગ, ડિજિટલ બેંકિંગ (જેમાં રીટેઇલર્સને ક્યુઆર આધારિત ટ્રાન્ઝેક્શન્સની સેવા સહિત કસ્ટમાઇઝ કરેલા ડિજિટલ સોલ્યુશન્સનો પૂરાં પાડવાનો પણ સમાવેશ થાય છે) પર કેન્દ્રીત સેવાઓની વ્યાપક રેન્જ પૂરી પાડીને આ કેન્દ્રશાસિત પ્રદેશમાં બેંકિંગના આંતરમાળખાંને અપગ્રેડ કરવાનો છે.

લક્ષદ્વીપમાં એકમાત્ર પ્રાઇવેટ બેંક
નવી શાખા ખુલવા અંગે ટિપ્પણી કરતાં એચડીએફસી બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ એસ. સંપતકુમારએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી શાખાઓ ધરાવે છે અને હવે તો લક્ષદ્વીપના ટાપુ પર પણ તેની શાખા ખુલી ગઈ છે. આ બાબત ગ્રાહકો જ્યાં પણ હોય ત્યાં તેમને ખૂબ જ અનુકૂળ રીતે સેવા પૂરી પાડવાની અમારી કટિબદ્ધતાની ફરીથી પુષ્ટી કરે છે. અમે લક્ષદ્વીપના લોકો, પરિવારો અને વ્યવસાયોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાનો તથા તેમની આર્થિક વિકાસયાત્રામાં તેમના વિશ્વાસપાત્ર સહયોગી બનવાનો અને આ ટાપુના એકંદર વિકાસમાં યોગદાન આપવાનો ઇરાદો ધરાવીએ છીએ.’

આર્થિક જરૂરીયાતોને પુરી પાડવામાં આવશે
31 ડિસેમ્બર, 2023 સુધીમાં બેંકના વિતરણ નેટવર્કમાં 3,872 શહેરો/નગરોમાં 8,091 શાખાઓ અને 20,688 એટીએમનો સમાવેશ થતો હતો, જે આંકડો 31 ડિસેમ્બર, 2022ના રોજ 3,552 શહેરો/નગરોમાં 7,183 શાખાઓ અને 19,007 એટીએમનો હતો. ઉલ્લેખનીય છે કે, અમારી 52% શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. વધુમાં અમે 15,053 બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ્સ ધરાવીએ છીએ, જેઓ પ્રાથમિક રીતે કૉમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) ખાતે કામ કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news