ફિંગરપ્રિન્ટ વગર પણ બની જશે Aadhaar...બસ કરવું પડશે આ કામ, UIDAI એ કર્યો મોટો ફેરફાર

Aadhaar Card Rule Change : આ ફેરફાર અંગે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI દ્વારા તેના X હેન્ડલ પર માહિતી શેર કરવામાં આવી છે. એના મુજબ, હવે આંગળીઓ નહીં હોય એવી સ્થિતિમાં IRIS સ્કેન દ્વારા આધાર નોંધણી કરી શકાય છે.

ફિંગરપ્રિન્ટ વગર પણ બની જશે Aadhaar...બસ કરવું પડશે આ કામ, UIDAI એ કર્યો મોટો ફેરફાર

Aadhaar Card Rule Change : આજે દેશમાં આધાર કાર્ડ તમારી ઓળખનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે, તે નાણાકીય પ્રવૃત્તિઓથી લઈને સરકારી યોજનાઓ સુધીના લાભો મેળવવા માટે પણ જરૂરી બની ગયું છે. હવે આ આધાર કાર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, તેને બનાવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. UIDAIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ અંગેની માહિતી શેર કરી છે.

IRIS Scan થી કરી શકાય છે અરજી
Aadhaar બનાવવાના નિશ્ચિત નિયમોમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત હવે આધાર કાર્ડ બનાવવા માટે પાત્ર વ્યક્તિની આંગળીઓ ના હોય તેવી સ્થિતિમાં આઈરિસ સ્કેન (IRIS Scan) દ્વારા બનાવી શકાય છે. આ ફેરફારની સાથે સરકારે આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા (આધાર કાર્ડ નોંધણી) ખૂબ જ સરળ બનાવી દીધી છે. જે લોકો શારિરીક રીતે સક્ષમ નથી, એટલે કે જેમના હાથ કે આંગળીઓ નથી, તેમના માટે આધાર કાર્ડ બનાવવું હવે સરળ છે. નવા નિયમ હેઠળ આંગળીઓ નહીં હોય તો પણ આંખોને સ્કેન કરીને પણ આધાર બની શકે છે.

કેમ કરવામાં આવ્યા આધારના નિયમોમાં ફેરફાર?
આધાર કાર્ડના નિયમોમાં આ ફેરફારો કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કેરળની એક મહિલા જોસીમોલ પી જોસની નોંધણી કરવા દરમિયાનગીરી કર્યા પછી સામે આવ્યા છે, જે ફિંગરપ્રિન્ટ્સ આપવામાં અસમર્થ હતી. માટે નોંધણી કરી શકે તેમ નહોતી. હવે જ્યારે આધાર બનાવવા માટે ફિંગરપ્રિન્ટની જરૂરિયાત પુરી થઈ ગઈ છે, ત્યારે આ ફેરફારથી લાખો લોકોને ફાયદો થશે. આધાર માટે અરજી કરનારા જે લોકોની આંખોમાં સમસ્યા છે, તે પોતાના ફિંગરપ્રિન્ટ દ્વારા નોંધણી કરાવી શકે છે.

“Standard advisory issued to all Aadhaar Service Kendras to issue Aadhaar to those having blurred finger…

— Aadhaar (@UIDAI) December 10, 2023

સોશિયલ મીડિયા મારફતે શેર કરી જાણકારી
આ સંબંધમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI દ્વારા તેના X હેન્ડલ પર માહિતી શેર કરવામાં આવી છે. આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરના નિવેદનનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, 'તમામ આધાર સેવા કેન્દ્રો માટે એક નવી માનક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે કે જેમની પાસે આંગળીઓ નથી તેવા વ્યક્તિઓના અન્ય બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરીને આધાર જાહેર કરવામાં આવે. અથવા જેઓ અન્ય કોઈ પ્રકારની વિકલાંગતા ધરાવે છે.

ફિંગરપ્રિન્ટ-આઇરિસ બંને આપવામાં અસમર્થ વ્યક્તિ માટેના નિયમો
UIDAI અનુસાર, એક એવું પાત્ર વ્યક્તિ જે ફિંગરપ્રિન્ટ અને આઇરિસ બાયોમેટ્રિક્સ બંને પ્રદાન કરવામાં અસમર્થ હોય તે હજુ પણ આધાર માટે નોંધણી કરાવી શકે છે. આવી વ્યક્તિનું નામ, લિંગ, સરનામું અને જન્મ તારીખ અને વર્ષ બાયોમેટ્રિક્સ વડે કેપ્ચર કરવામાં આવે છે. તેના સિવાય, આંગળીઓ અથવા આઇરિસ અથવા બંનેના મેળ ખાતા ન હોવાના કિસ્સામાં એક ફોટોગ્રાફ લેવામાં આવે છે અને આધાર નોંધણી કેન્દ્રના સુપરવાઈઝરે આવી નોંધણીને અપવાદરૂપ શ્રેણીમાં માન્ય કરવાની હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news