કેનેડા કમાણી કરવા જવા માંગતા ગુજરાતીઓ માટે બેડ ન્યૂઝ! હવે માથે પડશે ટિકિટનો ખર્ચો

જો તમે પણ ભણવાનું બહાનું કાઢીને કેનેડા કમાવવા જવા માંગતા હોવ તો આ ન્યૂઝ તમારા માટે છે. તમારા માટે એક ખુબ જ માઠા સમાચાર છે, કારણકે, હવે કેનેડામાં નહીં ચાલે તમારી આ તરકીબ. અહીંની સરકારે બદલી નાંખ્યો છે કામના કલાકોનો નિયમ.

કેનેડા કમાણી કરવા જવા માંગતા ગુજરાતીઓ માટે બેડ ન્યૂઝ! હવે માથે પડશે ટિકિટનો ખર્ચો

canada : છેલ્લાં કેટલાંક સમયથી ભારતીયોને વિદેશની કમાણી તરફ ભારે મોહ જાગ્યો છે. એમાંય ખાસ કરીને ગુજરાતીઓની વાત કરવામાં આવે તો કોઈ જિલ્લો કે કોઈ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાંથી કોઈકને કોઈક માણસ વિદેશમાં રૂપિયા કમાવવા માટે ના ગયો હોય. ખાસ કરીને વિદેશની વાત આવે તો સૌ કોઈની પહેલી પસંદ તો અમેરિકા જ હોય છે. આપણાં ઘણાં ગુજરાતીઓ અને ખાસ કરીને પાટીદાર સમાજે અમેરિકા સહિત દુનિયાભરમાં પોતાના ઝંડા ગાડ્યા છે.

જોકે, હવે અમેરિકામાં એટલી સહેલાઈથી એન્ટ્રી મળતી નથી. ત્યારે અમેરિકા બાદ જો બીજો કોઈ દેશ હોય જ્યાં ગુજરાતીઓ સહિત આખું ભારત ઉમટતું હોય તો એ છે કેનેડા. જો તમે પણ કેનેડા જવાનું વિચારી રહ્યાં હોય તો આ સમાચાર તમારા માટે ખાસ છે. 

ગુજરાતી વિદ્યાર્થીઓ માટે માઠા સમાચારઃ
કેનેડા જવાનાની તૈયારી કરી રહેલાં લોકો એમાંય ખાસ કરીને ગુજરાતીઓ માટે એક બેડ ન્યૂઝ છે. ગુજરાતીઓ કેનેડા કંઈ ફરવા નથી જવાના. ગુજરાતીઓ કેનેડા રૂપિયા કમાવવા માટે જ જતા હોય છે. જોકે, હવે ત્યાંની સરકારે બદલી નાંખ્યા છે નિયમો.

કેનેડાની સરકારે હવે નિયમમાં ફેરફાર કરીને એવું નક્કી કર્યું છેકે, કોઈપણ વિદેશીને અહીં વધારે કલાક કામ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. આ નવો નિયમ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે છે. અહીંથી ભણવાનું બહાનું કાઢીને ત્યાં જઈને રૂપિયા છાપતા આપણાં ગુજરાતી યુવાનોને આ સમાચાર જાણીને મોટો ઝટકો લાગશે. કારણકે, હવે કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓને સપ્તાહમાં માત્ર 24 કલાક નોકરીની મંજૂરી મળશે.

કેનેડાએ બદલી નાંખ્યા નિયમોઃ
કેનેડામાં મંગળવારથી લાગુ નવા નિયમ પ્રમાણે ભારત સહિત અન્ય દેશોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આગામી સપ્ટેમ્બરથી પ્રતિ સપ્તાહ માત્ર 24 ક્લાક જ પોતાની કોલેજની બહાર કામ કરવાની મંજૂરી મળશે. આ જાણકારી કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આપી હતી. મિલરે કહ્યું હતું કે વિદ્યાર્થીઓનેપ્રતિ સપ્તાહ 20 કલાકથી વધારે ઑફ કેમ્પસ કામ કરવાની મંજૂરી આપતી નીતિ 30 એપ્રિલ સુધી જ લાગુ રહેશે.

વિદેશી વિદ્યાર્થીઓના નોમિનેશનમાં રોકઃ
સાથે જ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નોમિનેશનમાં વધારા પર રોક મુકી છે. તેથી સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ પ્રતિ સપ્તાહ 25 કલાક સુધી કામ કરી શકશે. આ નિયમના કારણે તેઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકશે. ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાને કોરોના દરમિયાન કામના કલાકો પર 20 કલાકની મર્યાદા દૂર કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news