ફિલ્મી નહીં, અસલી છે આ જગ્યા; તેને કહેવાય છે નરકનું પ્રવેશ દ્વાર, છતાં જાય છે ટૂરિસ્ટ

Danakil Depression: અમે આજે તમને જે જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ તેને નરકના પ્રવેશ દ્વારની સંજ્ઞા આપવામાં આવે છે. અહીં વરસાદ ખુબ ઓછો થાય છે. આ જગ્યાને વિશ્વની સૌથી ગરમ જગ્યા માનવામાં આવે છે. છતાં અહીં ટૂરિસ્ટો ફરવા જાય છે.
   

ફિલ્મી નહીં, અસલી છે આ જગ્યા; તેને કહેવાય છે નરકનું પ્રવેશ દ્વાર, છતાં જાય છે ટૂરિસ્ટ

નવી દિલ્હીઃ Danakil Depression popular attractions in Ethiopia: વિશ્વમાં એવી ઘણી જગ્યા છે જે તમને આશ્ચર્ય પમાડશે. આવી એક જગ્યા ઇથિયોપિયામાં છે. આ જગ્યા દુનિયાની સૌથી ગરમ જગ્યા છે અને અહીં ધરતી અગ્નિવર્ષા કરે છે, પરંતુ તેમ છતાં તેને જોવા માટે ટૂરિસ્ટ જાય છે. આ જગ્યા વિશે સાંભળી તમને પ્લેસ ફિલ્મી લાગી રહી હશે, પરંતુ આ હકીકત છે. કોઈ જમાનામાં આ જગ્યાની કરન્સી નમક હતી. બ્રિટિશ શોધકર્તા વિલ્ફ્રેડ થિસિગરે આ જગ્યાને નરકનો પ્રવેશદ્વાર કહી હતી. તેમણે આ જગ્યાને મૃત્યુની ભૂમિ ગણાવી હતી.

ઇથિયોપિયાના ટોપ પ્લેસિસમાંથી એક છે ડાનાકિલ ડિપ્રેશન
અમે તમને જે જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ તે ડાનાકિલ ડિપ્રેશન છે. આ જગ્યા ઇથિયોપિયામાં છે. અહીંના ગરમ ઝરણા ટૂરિસ્ટો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર છે. આ જગ્યા ઇથિયોપિયાના સૌથી ટોપ ટૂરિસ્ટ આકર્ષણોમાંથી એક છે. અહીં તમને નમકના પહાડ જોવા મળશે. એસિડના તળાવ, જેમાંથી વરાળ ઉછળતી જોવા મળશે. અહીંનું તાપમાન વધુ રહે છે. જે કારણે તેને દુનિયાની સૌથી ગરમ જગ્યા કહે છે. કહેવાય છે કે આ જગ્યા વૈજ્ઞાનિકો, ટૂરિસ્ટો અને સોલ્ટ મિનર્સને સૌથી વધુ આકર્ષે છે. અહીં લોકો તળાવની આજુબાજુમાંથી મીઠાના સ્લેબ બહાર કાઢે છે. આ માટે તે કલાકો સુધી મુસાફરી કરે છે.

ટૂરિસ્ટો આ જગ્યાના આશ્ચર્યને જોવા જાય છે. અહીં ટૂરિસ્ટ ઉંટમાં બેસી યાત્રા કરે છે. એહીં એટલું નમક હોય છે કે અહીંના લોકો તેને સફેદ સોનું ગણાવે છે. 20મી સદી સુધી ત્યાંની મુદ્રા નમક હતી. વૈજ્ઞાનિકોએ 1960માં આ ક્ષેત્રનો ઉપયોગ પ્લેટ ટેક્ટોનિક્સના અભ્યાસ માટે કર્યો હતો. આ જગ્યા પર ન બરાબર વરસાદ થાય છે. અહીં તમને પીળી, નારંગી, લીલા અને લાલ-બ્લૂ કરલના તળાવો જોવા મળશે. ખરબચડા તળાવો વચ્ચેની પાતર, ગરમ તળાવ અને ટીલે ટૂરિસ્ટોને આકર્ષિત કરે છે. અહીં ફરવાનો સૌથી સારો સમય નવેમ્બરથી માર્ચ માનવામાં આવે છે. ટૂરિસ્ટ અહીં ફરવા માટે પોતાની સાથે ગાઇડ રાખે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news