Israel-Hamas War: ઇઝરાયલના PM નેતન્યાહૂ પર ધરપકડની લટકતી તલવાર, ICC જાહેર કરી શકે છે અરેસ્ટ વોરન્ટ

ICC Arrest Warrant : આઇસીસી ઇઝરાયલ પર હમાસના 7 ઓક્ટોબરના હુમલા અને હમાસ શાસિત ગાજા પર ઇઝરાયલના વિનાશકારી સૈન્ય હુમલાની તપાસ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે વ્યક્તિઓ પર યુદ્ધ અપરાધ, માનવતા વિરૂદ્ધ અપરાધ અને નરસંહારનો આરોપ લાગી શકે છે. 

Israel-Hamas War: ઇઝરાયલના PM નેતન્યાહૂ પર ધરપકડની લટકતી તલવાર, ICC જાહેર કરી શકે છે અરેસ્ટ વોરન્ટ

Benjamin Netanyahu News: ઇઝરાયલને ચિંતા છે કે ગાજામાં આંતરાષ્ટ્રીય કાનૂનના કથિત ઉલ્લંઘન માટે ઇન્ટનેશનલ ક્રિમિનલ કોર્ટ (International Criminal Court ) પીએમ બેંજામિન નેતન્યાહૂ સહિત વરિષ્ઠ મંત્રીઓ તથા અધિકારીઓ વિરૂદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કરી શકે છે.

આઇસીસી ઇઝરાયલ પર હમાસના 7 ઓક્ટોબરના હુમલા અને હમાસ શાસિત ગાજા પર ઇઝરાયલના વિનાશકારી સૈન્ય હુમલાની તપાસ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે વ્યક્તિઓ પર યુદ્ધ અપરાધ, માનવતા વિરૂદ્ધ અપરાધ અને નરસંહારનો આરોપ લાગી શકે છે.

જેરૂસલલમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી
ધ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના અનુસાર ચેનલા 12ની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ત્રણેય મંત્રીઓ અને ઘણા સરકારી કાયદા વિશેષજ્ઞોએ મંગળવારે પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંભવિત વોરન્ટોને કેવી રીતે રોકી શકાય. તેના પર 'ઇમરજન્સી ચર્ચા' કરી. આ મામલે ઇઝરાયલ માટે રાહતની વાત છે કે તેમના નજીકના સહયોગી અમેરિકા આઇસીસી તપાસને નકારી કાઢી છે. 

રિપોર્ટમાં કોઇ સ્ત્રોતનો હવાલો આપ્યા વિના કહેવામાં આવ્યું છે કે જેરૂસલમમાં બેઠક તે સંદેશોને મળ્યા બાદ બેઠક બોલાવવામાં અવી જેમાં વોરન્ટ ઇશ્યૂ થવાના સંકેત આપવામાં આવ્યા હતા. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અનુસાર ઇઝરાયલી અધિકારીઓએ કન્ફોર્મ કર્યું કે આવી બેઠક થઇ છે. 

નેતન્યાહુએ બ્રિટન અને જર્મની પાસેથી મદદ માંગી
ટીવી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નેતન્યાહુએ આ અઠવાડિયે બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ કેમેરોન અને જર્મન વિદેશ મંત્રી અન્નાલેના બેરબોક સાથેની તેમની બેઠકોમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમની મદદ માંગી હતી.

વિદેશ મંત્રી દૂતાવાસોને કર્યા એલર્ટ
આઇસીસી વોરન્ટને લઇને ઇઝરાયલી મીડિયા રિપોર્ટને જોતાં વિદેશ મંત્રી ઇઝરાયલ કાટ્ઝે રવિવારે ઇઝરાયલી દૂતાવાસોને 'ગંભીર યહૂદી વિરોધી ભાવનાની લહેર' થી બચવા મઍટે પોતાની સુરક્ષા વધારવાની ચેતાવણી આપી છે. તેમણે કહ્યું, 'અમે આશા રાખીએ છીએ કે કોર્ટ (ICC) વરિષ્ઠ ઇઝરાયલી નેતાઓ અને સુરક્ષા અધિકારીઓ સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવાથી બચશે. અમે અમારું માથું ઝુકાવીશું નહીં અને હટશું નહીં અને લડતા રહીશું.

નેતન્યાહૂએ કહી આ વાત
પ્રધાનમંત્રી બેંજામીન નેતન્યાહૂએ શુક્રવારે કહ્યું કે આઇસીસીના કોઇપણ નિર્ણયથી ઇઝરાયલના કામો પર કોઇ અસર પડશે નહી જોકે આ એક ખતરનાક ઉદાહરણ પુરૂ પાડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news